ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના આંતરીક વિસ્તારોમાં પાયાકીય સવલતો વધું સુદ્રઢ બનાવવા માટે કમર કસી છે જે અંતર્ગત શહેરના શિવજી સકૅલ નજીક નવો રસ્તો બનાવવા માટે તંત્રની માલિકીની જમીન પર ખડકાયેલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
શહેરના શિવાજી સકૅલ નજીક આવેલ ભારત પેટ્રોલિયમ વાળા ખાંચામાં રહેતાં લોકોની વર્ષોથી માંગ હતી કે વર્ષો જૂનો અને જર્જરીત માર્ગ સત્વરે નવો બનાવવામાં આવે પરંતુ આ માર્ગના નવીનીકરણમાં અનેક જૂના દબાણો બાધારૂપ હોય એ દૂર કર્યે જ નવા રોડનું નિર્માણ શક્ય હોય આથી બીએમસીની દબાણ હટાવ સેલની ટીમ અધિકારીઓ- કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સ્થળપર પહોંચ્યા હતાં અને કામગીરીનો આરંભ કર્યો હતો એ દરમ્યાન દબાણ કતૉઓએ થોડો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ જવાનો સ્થળપર હાજર હોય આથી એ લોકોની કોઈ કારી ફાવી ન હતી અને વિલામોએ કામગીરી નિહાળ્યા સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો દબાણ હટાવ સેલ એ ગણતરીના કલાકોમાં સેંકડો કાચાં-પાકાં દબાણો ધરમૂળથી દૂર કરી સરકારી જમીન ખાલસા કરી હતી અને ટીમના અધિકારીઓ એ દબાણ મુક્ત સ્થળની વિડીયોગ્રાફી કરી નવાં રોડ બનાવવા માટે નો માર્ગ મોકળો કરી આપ્યો હતો. અધિકારી ઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રોડ નવનિમૉણની કામગીરી શરૂ કરવામાં આવશે આ અંગે વધુમાં અધિકારી એ જણાવ્યું હતું કે શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં સરકારી જમીનો પર આસામીઓ દ્વારા કરવામાં આવેલ અન અધિકૃત દબાણો ની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે અને મોટા પાયે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવશે એટલું જ નહીં જે આસામીઓ ને જમીન ખાલી કરવા નોટીસો આપી હતી અને છતાં દબાણો નથી હટાવ્યા એવા આસામીઓ વિરુદ્ધ તાજેતરમાં લાગું કરવામાં આવેલ નવા કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.