મીતીયાળા તપોવન ટેકરી ખાતે વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો

1042
guj1042018-2.jpg

જાફરાબાદના મીતીયાળા વિશ્વ પ્રસિધ્ધ તપોવન ટેકરી ખાતે અલ્ટ્રાકેટ સિમેન્ટ ગુજરાત સીમેન્ટ વર્કસ તેમજ નર્મદા સિમેન્ટ જાફરાબાદ અને તાત્કાલીક હનુમાનજી ગરીબ મંડળના સહયોગથી સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં ૨૬૮ આંખના દર્દીઓએ લાભ લીધો ૮૨વ્યક્તિઓને વિનામુલ્યે આંખના ઓપરેશન માટે મોકલાયા તેમજ રાહત દરે ૭૩ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ કરાયુ હતું.
જાફરાબાદના મીતીયાળાના તપોવન ટેકરી ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા તથા નર્મદા સિમેન્ટ બાબરકોટ સાથે તાત્કાલીક હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગરીબ મંડળના સહયોગથી અમરેલીની આંખની હોસ્પિટલ જીલ્લા અંધત્વ નિવારણ સમીતી સુદર્શન નેત્રાલય દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયુ જેમા ૨૬૮ આંખના દર્દીઓએ લાભ લીધો તેમા ૮૨ વ્યક્તિઓને ઓપરેશનની જરૂર જણાતા આંખના ડો.મહેલુભાઈ મીસ્ત્રીના માર્ગદર્શનથી ઓપરેસન માટે વિનામુલ્યે એમ્બ્યુલન્સમાં લઈ જવા ઓપરેશન કરવુ અને તમામ ૮૨ દર્દીઓને વિનામુલ્યે પરત મુકી જવા તેવુ ભગીરથ કાર્ય સાથે સ્થળ પર ૭૩ વ્યક્તિઓને ચસ્માની જરૂર હોય તેઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરાયુ આ પ્રસંગે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના અધિકારીઓ વિનોદ શ્રીવાસ્તવ સીઆરએચ હેડ નર્મદા સિમેન્ટ યુનીટ જાફરાબાદના દિલીપકુમાર મીશ્રાજી, સાકરીયાજી તેમજ સુદર્શન નેત્રાલયના ચીફ કીર્તીભાઈ ભટ્ટ તેમજ સુદર્શન નેત્રાલયનો તમામ સ્ટાફ હાજર રહેલ તેમજ કાર્યક્રમનું સંચાલન અલ્ટ્ર્‌ાટેક યુનીટ કોવાયાના વિશ્નુભાઈએ કરેલ તેમજ આ પ્રસંગ તાત્કાલીક હનુમાનજી મંદિર ટ્રસ્ટના સેવાભાવી ગરીબ મંડળના માજીનગર પાલીકા પ્રમુખ નાની બહેન સોલંકી, હમીરભાઈ સોલંકી, ઘનશ્યામસિંહ જાડેજાએ ખુબ સેવા બજાવી તમામ દર્દીઓ આવેલ અસંખ્ય મહેમાનો માટે મહા પ્રસાદનું આયોજન કરેલ.

Previous articleમીઠાપુર પ્રાથમિક શાળાના બાળકોનો વિદાય સમારોહ
Next articleકલ્પસર અંગે પ્રબુધ્ધ ગોષ્ઠી યોજાઈ