(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫
ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનો કોચ હશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ તેની પુષ્ટિ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર ગાંગુલીએ શ્રીલંકામાં નાની સીરીઝ માટે દ્રવિડની નિમણૂકની પુષ્ટિ કરી દીધી છે. કારણ કે એ સમયે જ વિરાટ કોહલીના નેતૃત્વમાં એક ટીમ ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝની તૈયારીમાં વ્યસ્ત હશે. દ્રવિડ છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતીય અંડર ૧૯ અને ભારત એ ટીમને કોચિંગ આપી રહ્યો છે અને તેને ભારતની બેન્ચ સ્ટ્રેન્થને ઘણી મજબૂત કરી છે.શિખર ધવનના નેતૃત્વમાં ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચોની સીરીઝ માટે આ મહિનાના અંતમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસે જવા માટે રવાના થશે. આ પ્રવાસ માટે ભારતીય ખેલાડી મુંબઇ પહોંચી ચૂકી છે, જ્યાં તેમને રવાના થતા પહેલાં સોમવારથી પોતાના ૧૪ દિવસનું ક્વોરેન્ટીન શરૂ કરી દીધું છે.
ટી૨૦ વર્લ્ડ કપના આયોજન પર ગાંગુલીએ કહ્યું, અમે ભારત સરકારને ટેક્સમાં રાહત આપવા માટે પત્ર લખ્યો છે અને અમે તેના જવાબની રાહ જોઇ રહ્યા છીએ. અમારી પાસે હજુ પણ સમય છે. ટૂંક સમયમાં જ બીસીસીઆઈ નિર્ણય લેશે.
દેશમાં વધતા કોરોનાના ખતરાને જોતા ટી૨૦ વર્લ્ડ કપનું અહીં પણ આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. એવામાં આઇસીસીએ યુએઇને વિકલ્પ તરીકે રાખ્યું છે. આઈસીસીએ બીસીસીઆઈને આના પર નિર્ણય લેવા માટે ૨૮મી જૂન સુધીનો સમય આપ્યો છે. ટેક્સ છૂટના લીધે બીસીસીઆઈને ૧૫ જૂન સુધી આઈસીસીને માહિતી આપવાની છે.
Home Entertainment Sports બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સ્પષ્ટતાઃ શ્રીલંકાના પ્રવાસ પર રાહુલ દ્રવિડ હશે ટીમ...