ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનૈતિક પ્રવૃત્તિ ઓ મોટાં પ્રમાણમાં ફૂલીફાલી હોય જે અન્વયે ડી ડીવીઝન પોલીસ તથા સિટી ડીવાયએસપીની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી અનૈતિક દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને અડ્ડા પરથી સ્વરૂપવાન લલનાઓને દેહ વ્યાપારના ધંધામાં દલાલી કરતી વૃધ્ધા મકાન માલિક તથા ગ્રાહકો મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં દારૂ, જુગાર માદક પદાર્થોનું વેચાણ કુટણખાના સહિતની અસામાજિક બદ્દીઓ વધી રહી હોવાની ફરિયાદ પોલીસને મળી રહી હતી જે અન્વયે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કેવલ રાવલને ચોક્કસ બાતમી સાથે સ્થાનિકો એ એવી ફરિયાદ કરી હતી કે કુંભારવાડા-નારી રોડપર આવેલ ઈંટોના ભઠ્ઠા નજીક મફતનગરમાં આવેલ એક મકાનમાં ઘણાં સમયથી અજાણ્યા પુરુષો-યુવતીઓની અવરજવર વધી રહી છે અને સંભતઃ અનૈતિક દેહ વેપારનો કાળો કારોબાર ચાલી રહ્યો છે આ માહિતી અંગે પીઆઈ રાવલ તથા ટીમે ખરાઈ કરતાં વાતમાં તથ્ય જણાયું હતું આથી પીઆઈ રાવલે જિલ્લા પોલીસ વડા જયપાલ સિંહ રાઠૌર તથા સિટી ડીવાયએસપી સફીન હસનને રિપોર્ટ કરતાં એસ.પી રાઠૌર એ ડીવાયએસપી સફીનને માર્ગદર્શન આપી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા સુચનાઓ આપી હતી આથી ડીવાયએસપી સફીન હસન પીઆઈ કેવલ રાવલ તથા ટીમે ચોક્કસ વ્યૂહરચના ઘડી એક ડમી ગ્રાહક બાતમીવાળા સ્થળે મોકલતાં જીસ્મ ફીરોશીના અડ્ડા પર બહારથી રૂપ લલનાઓને બોલાવી અનૈતિક દેહ વેપાર ધમધમી રહ્યો હોવાનું ફલીત થયું હતું જેને પગલે પોલીસ ની ટીમે દરોડો પાડી અડ્ડા પરથી સ્વરૂપવાન રૂપજીવિનીઓ સાથે શારિરીક સુખ માણી રહેલ ગ્રાહકો જેમાં ભગતસિંહ શિવસિંહ દસાણા ઉ.વ ૩૪ રે.એરપોર્ટ રોડ, રણજીતસિંહ હરિસિંહ પરમાર ઉ.વ.૩૮ રે.કાળીયાબિડ તથા દિપક જેન્તિ કંટારીયા ઉ.વ.૨૫ રે ઘોઘા જકાતનાકા વાળાને ઝડપી લીધા હતા તથા આ કુટણખાનુ ચલાવતો અને મકાન માલિક ઈમરાન એહમદ મકવાણા ઉ.વ.૩૨ રે.ચિત્રા પેટ્રોલપંપ પાછળ મોરી શેરીમાં તથા આર્થિક રીતે જરૂરિયાત મંદ અને મજબૂર યુવતીઓ, મહિલાઓ તથા રૂપ લલનાઆ ને કુટણખાનામાં પહોંચાડી કમિશન મેળવતી કાળીયાબિડ વિસ્તારમાં રહેતી વૃધ્ધાની ધરપકડ કરી હતી. જયારે સ્વરૂપવાન યુવતીઓને પોલીસે કડક ચેતવણી આપી છોડી મુકી હતી આ બનાવમાં વૃધ્ધા સહિત પાંચ વ્યક્તિ ઓ સામે ડીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ રેકેટના તાર કયાં કયાં જોડાયેલાં છે અને દેહ વેપારના કાળા કારોબારમાં વધુ કેટલા લોકોની સંડોવણી છે તે અંગે તપાસ હાથ ધરી હતી.