રાજ્ય સરકારે રાજ્ય ના વિવિધ શહેરોમાં આવેલ લાઈબ્રેરીઓને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત ભાવનગર શહેરમાં આવેલ રાજાશાહી કાળની બાટૅન લાઈબ્રેરી ને સ્માર્ટ લાઈબ્રેરી નો દરજ્જો આપી વિકસાવવાની માંગ નગરસેવકો એ કરી હતી.ભાવનગર શહેર મધ્યે રાજ-રજવાડા કાળથી બાટૅન લાઈબ્રેરી મોજુદ છે આ ઐતિહાસિક રાજવી ધરોહર આજે પણ શહેરીજનોમાં લોકપ્રિય છે ત્યારે તાજેતરમાં રાજ્ય ની રૂપાણી સરકારે રાજ્ય ભરમાં આવેલ ઐતિહાસિક પુસ્તકાલયોને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવાનો નો નિર્ણય કર્યો છે પરંતુ ભાવનગર ની બાટૅન લાઈબ્રેરી નો આમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોય જેને પગલે શહેરના નગરસેવકો ભાવેશ મોદી, ઉષાબેન બધેકા તથા રાજેશ રાબડીયા એ મુખ્યમંત્રી ને પત્ર લખી બાટૅન લાઈબ્રેરી નો પણ સ્માર્ટ લાઈબ્રેરી અંતર્ગત સમાવેશ કરી સારી સુવિધાઓ અવગત કરાવવા માંગ કરી છે જેથી વાંચન પ્રિય ભાવનગરી ઓને આનો બહોળો લાભ મળી શકે.