ભાવનગર ડિવિઝનના ૪ કર્મચારીઓને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા અને ૫ કર્મચારીઓને ડિવિજનલ રેલ્વે મેનેજર દ્વારા સન્માનિત કરાયા

496

પશ્ચિમ રેલવે ના ભાવનગર મંડળમાં તકેદારી સાથે ઉત્તમ કાર્ય કરવા બદલ ૪ રેલવે કર્મચારીઓને વેબિનાર દ્વારા જનરલ મેનેજર આલોક કંસલની આભાસી હાજરીમાં મેડલ અને પ્રશંસાપત્રો એનાયત કરાયા હતા. મંડળ રેલ પ્રબંધક શ્રી પ્રતીક ગોસ્વામીએ રેલવે સલામતી અંગે જાગૃત રહેવા બદલ ૫ અન્ય કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
ડીઆરએમ પ્રતીક ગોસ્વામીએ કહ્યું કે સલામતી એ રેલ્વેમાં આપણી પ્રાથમિકતા છે અને દરેક રેલ્વે કર્મચારીએ માટે સજાગ રહે છે. ફરજ દરમિયાન તેમની તિક્ષ્ણ દૃષ્ટિ તથા સજાગતા થી રેલ દુર્ઘટનાઓં ની આશંકા દૂર થાય છે. તેમજ આ કુશલ અને સજાગ કર્મચારી અન્ય કર્મચારિઓ માટે અનુકરણીય ઉદાહરણ બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ૨૦૨૧ દરમિયાન, મંડળના ૯ વફાદાર અને ચેતવણી આપનારા રેલ્વે કર્મચારીઓને, જેમણે સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, તેમને “મેન ઓફ ધ મન્થ” પુરસ્કાર થી એનાયત કરાયો અને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અજિત સિંહ ચૌહાન ના અનુસાર ડિવિઝનના ૯ રેલ્વે કર્મચારીઓમાંથી જેમણે ઉત્તમ કાર્ય કર્યું છે, મનીષ સી. જાદવ (ગુડ્‌સ ગાર્ડ-બોટાદ), ભીખા મનજી (પી મેન-ઢસા), ધીરુ રૂપા (પી મેન-ધોલા), સંતોષ કુમાર (ટ્રેક મેન્ટેઈનર-રાણપુર), દીપ રામ મીણા (ટ્રેક સેફ્ટી મેન – વેજલકા), શાંતિલાલ મગનભાઇ (પી મેન – બોટાદ), શ્રી દિલીપકુમાર જે. જોશી (ફિટર-બોટાદ), અનિલકુમાર ઝા (ગુડ્‌સ ગાર્ડ-બોટાદ) અને રાહુલ માલવીયા (પી. મેન-લાઠીદડ) જેમણે સંભવિત ટ્રેન અકસ્માતોને રોકવા માટે સમયસર મહેનત, લગન, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક સખ્ત મેહનત કરીને ઉચ્ચ અધિકારીઓને સમયસર જાણ કરી જેથી શક્ય અસામાન્ય ઘટનાઓ ટાળી શકાયા. પહેલા ૪ કર્મચારિઓ ને જનરલ મેનેજર કક્ષાએ અને બાકીના ૫ કર્મચારિઓ ને ડિવિજનલ રેલ્વે મેનેજર કક્ષાએ એવાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

Previous articleશહેરમાં જૂની અદાવતે પિતા-પુત્રો પર હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
Next articleભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો બન્યા પ્રકૃતિની પ્રેમી, સીડબોલ દ્વારા વસુંધરા ખીલવશે