ધોરણ ૧૦ અને ૧૧માના માર્ક્સના આધારે નક્કી થશે પરિણામ

186

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૭
સીબીએસઇ તરફથી ધોરણ-૧૨ના પરિણામ તૈયાર કરવાને લઈ રચવામાં આવેલી કમિટીએ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીએસઇને મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો હતો.
કોરોના વાયરસના સંક્રમણના કારણે સીબીએસઇ અને આઇસીએસઇ તરફથી ધોરણ-૧૨ બોર્ડ પરીક્ષા ૨૦૨૧ને રદ કરી દેવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવાને લઈ સીબીએસઇ તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. આજે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરવાને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં સીબીએસઇએ સોગંધનામું રજૂ કર્યું. સુપ્રીમ કોર્ટમાં છય્એ કહ્યું કે આ પહેલા આવી પરિસ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ. કોર્ટે કહ્યું કે પોલિસીની એક નકલ વિકાસ સિંહને પણ આપવામાં આવે.
ઝ્રમ્જીઈ અને ૈંઝ્રજીઈ બોર્ડ તરફથી ધોરણ-૧૨ની માર્કશીટ તૈયાર કરાને લઈ રચવામાં આવેલી ૧૩ સભ્યોની સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. ઝ્રમ્જીઈએ જણાવ્યું કે ધોરણ-૧૦, ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ની પ્રી બોર્ડ પરીક્ષાના પરિણામ અને ધોરણ-૧૨ના ફાઇનલ પરિણામના આધાર પર તૈયાર કરવામાં આવશે અને પરિણામ ૩૧ જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
સીબીએસઇએ કહ્યું છે કે ધોરણ-૧૦ના ૫ વિષયમાંથી ૩ વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવશે. આવી જ રીતે ધોરણ-૧૧ના ૫ વિષયના સરેરાશ માર્ક લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૧૨ના પ્રી-બોર્ડ પરીક્ષા અને પ્રેક્ટિકલના માર્કને લેવામાં આવશે. ધોરણ-૧૦ના માર્કના ૩૦ ટકા, ધોરણ-૧૧ના માર્કના ૩૦ ટકા અને ધોરણ-૧૨ના માર્કના ૪૦ ટકાના આધાર પર પરિણામ આવશે. ઝ્રમ્જીઈએ ધોરણ-૧૨ની પરીક્ષા માટે મૂલ્યાંકન માપદંડ પ્રસ્તુત કરતાં કોર્ટને જણાવ્યું કે, ૪૦ ટકા માર્ક ધોરણ-૧૨ની પ્રી-બોર્ડ પરીક્ષાને આધારિત હશે. જ્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૧ની પરીક્ષાના પણ ૩૦-૩૦ ટકા માર્ક તેમાં જોડાશે. બોર્ડે ધોરણ-૧૨ના પરિણામમાં અગાઉની પરીક્ષાઓના પ્રદર્શનને પણ મહત્ત્વ આપવાનો નિર્ણય કર્યો છે.જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેન્ચે બોર્ડના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે. તેની સાથે જ કોર્ટે ઝ્રમ્જીઈ અને ૈંઝ્રજીઈને પોતાની વેબસાઇટો પર મૂલ્યાંકન યોજના અપલોડ કરવાના નિર્દેશ આપ્યા છે.
ઝ્રમ્જીઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, પ્રેક્ટિકલ ૧૦૦ માર્કનું હશે અને સ્ટુડન્ટ્‌સને સ્કૂલો દ્વારા આપવામાં આવેલા માર્ક જ માન્ય હશે. ૈંઝ્રજીઈએ પણ સુપ્રીમ કોર્ટને સોગંધનામું આપીને જણાવ્યું કે ૩૧ જુલાઈ પહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

Previous articleકાપડિયા મહિલા આર્ટ્‌સ કોલેજમાં કોરોના વેક્સિન કેમ્પ યોજાયો
Next articleનેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા