શહેરનાં ખેડુતવાસ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ ઈસમોને ઘોઘારોડ પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન ત્રણ ીસમો નાસી જવામાં સફળ રહ્યા હતા.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઇશરાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના એ.એસ.
આઇ એમ.એમ.મુનશી પો.કોન્સ કિર્તીસિંહ રાણા જયદિપસિંહ જાડેજા ફારૂકભાઇ મહિડા ખેંગારસિંહ ગોહિલ ઇમ્તીયાઝખાન પઠાણ ઘનશ્યામભાઇ ગોહિલ ચિંતનભાઇ મકવાણા વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન બાતમી આધારે પો.કોન્સ. ઇમ્તીયાઝખાન પઠાણ ને બાતમીરાહે મળેલ હકિકત આધારે ખેડુતવાસ મનાભાઇનો ચોક હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં કશોરભાઇ રવજીભાઇ ચુડાસમા/કોળી ઉવ.૩૫ રહે.ખેડુતવાસ મેલડીમાંની ધાર બાબુ માધાની દુકાન સામે દિપકભાઇ મનજીભાઇ સેજુ/મારવાડી ઉવ.૨૬ રહે.કુંભારવાડા સર્કલ નારી રોડ બોરીચા બંગલો, ભરતભાઇ જેન્તીભાઇ ડાભી કોળી ઉવ.૩૫ રહે.ખેડુતવાસ પાટા પાસે રૂવાપરી રોડ ઢોરીનો ઢાળ તથા નાસી ગયેલ આરોપી નરેશભાઇ હિમંતભાઇ શીયાળ રહે.ખેડુતવાસ ભાવનગર વાળો તથા બે અજાણ્યા માણસો કુલ-૩ માણસો ગંજીપતાનાં પાના તથા રોકડા રૂા.૧૧,૮૦૦/-, નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.
ત્રણ ઇસમો નાસી ગયેલ જે તમામ મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઇસમો વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ અને ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરેલ.