સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી અંગેનો સેમીનાર યોજવામાં આવેલ. આ સેમીનારમાં એલ.કે.ડી.(ઇન્ડીયા) કંપનીના સી.ઈ.ઓ. અને ગુજરાત સરકારનાં સેફટી એન્ડ હેલ્થ વિભાગનાં નિવૃત ડેપ્યુટી ડાયરેક્ટર અને વિષય નિષ્ણાંત શ્રી એલ.કે.ડુંગરાણીએ ખાસ ઉપસ્થિત રહી વિષયનાં સંદર્ભમાં વિસ્તૃત માર્ગદર્શન આપેલ. પ્રથમ સેશનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ખાતે ભાવનગર બિલ્ડર્સ એસોસીએશન અને ઇન્ડિયન મેડીકલ એસોસીએશનનાં પ્રતિનિધિઓ સાથે નિષ્ણાંત એલ.કે.ડુંગરાણી દ્વારા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ, હોસ્પિટલ્સ વગેરેમાં ફાયર સેફટી કોમ્પ્લાયન્સીસ બાબતે સરળ ભાષામાં સમજણ આપેલ અને બન્ને સંસ્થાના ઉપસ્થિત પ્રતિનિધિઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે ચેમ્બરનાં પ્રમુખશ્રી કિરીટભાઈ સોની, માનદ્દ મંત્રીઓ પ્રકાશભાઈ ગોરસીયા અને કેતનભાઈ મહેતા ઉપસ્થિત રહેલ.બીજા સેશનમાં ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં હોલ ખાતે ઉદ્યોગકારો માટે ફાયર સેફટી અંગે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોનીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવેલ કે હાલમાં સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ ફાયર સેફટીનાં નિયમનાં કારણે ઔદ્યોગિક એકમો અને જેમને આ નિયમ લાગુ પડે છે તેઓ પૂરતા માર્ગદર્શનનાં અભાવે ખુબ જ મૂંઝવણ અનુભવતા હોવાથી અમારી બન્ને સંથાઓ દ્વારા આ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. નિષ્ણાંત વક્તા એલ.કે. ડુંગરાણીએ આ વિષય અંગે વિસ્તૃત સમજણ આપતા ફાયર સેફટી કોને લાગુ પડે ?, એન.ઓ.સી. ક્યારે લેવાનું થાય ?, સેલ્ફ સર્ટીફીકેશન ક્યારે કરવાનું થાય ?, લો હેઝાર્ડ અને મોડરેટ હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફટી માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ તેની વિસ્તૃત સમજણ આપેલ. સાથે સાથે તેઓએ સાવચેતીનાં પગલાં તરીકે ફાયર એન.ઓ.સી. લીધા પછી મોકડ્રીલ, ઓથોરાઈઝ વ્યક્તિ પાસે ઇન્સ્પેકશન સમયાંતરે કરાવવું જોઈએ તેમ જણાવેલ.આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પૂર્વપ્રમુખશ્રી પંકજભાઈ પંડ્યાએ સમાપન પ્રવચન કરતા જણાવેલ કે ફાયર સેફટી માટે ચિત્રા જીઆઈડીસી વસાહત ખાતે કોમન સુવિધા ઉભી કરવી જોઈએ. આ પ્રસંગે ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ દિલીપભાઈ કામાણી, સૌરાષ્ટ્ર ચેમ્બરનાં માનદ્દ મંત્રી કેતનભાઈ મહેતા, શિહોર રી-રોલીંગ મિલ એસોસીએશનનાં પ્રમુખ હરેશભાઈ ધાનાણી, શીપ રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં નીતિનભાઈ કાણકિયા સહીત ચેમ્બર તથા ચિત્રા એસોસીએશનનાં કમિટી મેમ્બરો અને બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ઉદ્યોગકારો દ્વારા ફાયર સેફટી અંગે તેમને મૂંઝવતા પ્રશ્નો રજુ કરેલ જેનો નિષ્ણાંત વક્તાએ સરળ ભાષામાં જવાબ આપેલ જેનાથી સૌને સંતોષ થયેલ. અંતમાં ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં માનદ્દ મંત્રી અમિતભાઈ રાવળે આભારદર્શન કરેલ.