દર વર્ષની જેમ આ વર્ષે ભાવનગરી ઓએ ભીમ અગિયારસ ની ધામધૂમથી ઉજવણી કરી હતી કેરીનો રસ-પુરી શ્રીખંડ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ ની મિજબાની માણી હતી તો બીજી તરફ જિલ્લામાં ખેડૂતો એ એકાદશીના શુભ મહૂતૅમા શુકનવંતિ વાવણીના શ્રીગણેશ કયૉ હતાં. પ્રતિ વર્ષ જેઠ સુદ એકાદશી ના પવૅને ભીમ અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારીનો પ્રકોપ સવૅત્ર છવાયેલો હોવાનાં કારણે આ તહેવારોની ઉજવણી સિમિત બની છે પરંતુ હાલનાં સમયમાં મહામારી નિયંત્રણ હેઠળ હોય પરિણામે લોકો માં ઉત્સવને લઈને ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો શહેરની વિવિધ બજારોમાં લોકો ખચૅ-ખરીદી માટે ભીડ જમાવી હતી તથા કેરી કેરીનો રસ તૈયાર ફરસાણ શ્રીખંડ સહિતની વાનીઓ ખરીદવા લોકો એ ઘસારો કર્યો હતો આ સાથે ભાવનગરીઓ નું ફેવરિટ ફૂડ ઉધિયુ પણ મિઠાઈ-ફરસાણ ના વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યું હોય જેની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરી હતી અને મન ભરીને સ્વાદિષ્ટ વાનગીઓનો લૂફ્ત ઉઠાવ્યો હતો એ સાથે શહેર-જિલ્લામાં વસતાં અને ધર્મ ક્ષેત્રે અભિરુચિ-શ્રદ્ધા ધરાવતા લોકો એ ભગવાન શ્રી હરિ ની ઉપાસના કરી નિરજળા એકાદશી નું વ્રત કર્યું હતું અને દેવાલયો માં ખાસ દશૅન-પૂજન પણ કર્યું હતું જિલ્લા ના ખેડૂતો એ ઘણાં વર્ષો પછી વાડી-ખેતરોમાં જોતર જોડી ધરતીપુત્રો એ ધરતી પુજન તથા ખેતીનું પ્રતિક બળદની પુજા ગોળના શુકન સાથે વાવણી કાયૅનો આરંભ કર્યો હતો.
અને સુરભિક્ષ ની કામનાઓ કરી હતી.