ભાવનગર શહેરના નારી રોડ પાસે આવેલા બે બાયો ડીઝલ વેચાણના સ્થળે મામલતદાર અને પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં નારી રોડ પર આવેલા અર્જુન એસ્ટેટમાં અંબિકા એન્ટરપ્રાઇઝ અને ચંદ્રોદય એસ્ટેટમાં ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી બાયો ડિઝલનો રૂ. ૩૭,૮૨,૦૦૦ નો મસમોટો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેર નારી રોડ ચંદ્ર દીપ બે સ્થળો ગેરકાયદેસર બાયોડિઝલનો વેચાણ કરતા સીટી મામલતદાર અને પુરવઠા વિભાગે સંયુક્ત દરોડા પાડયા હતા. જેમાં અર્જુન એસ્ટેટમાં અંબિકા એન્ટરપ્રાઇઝમાંથી ૧૦ હજાર ૫૦૦ બાયોડીઝલ, ૪૫ હજાર યુનિટના મશીન, ૮ હજાર લીટરની બે અંડર ગ્રાઉન્ડ ટાંકી જેની અંદાજીત કિંમત ૬,૮૨,૦૦૦ થાય છે, તેમજ ચંદ્રોદય એસ્ટેટમાં ખોડીયાર એન્ટરપ્રાઇઝ માંથી બાયોડીઝલ ૩૯ હજાર લીટર જેની કિંમત ૨૫,૦૦,૦૦૦ થાય છે, જેમાં એક ટ્રકમાં ૨૪ હજાર લીટર, બીજા ટ્રકમાં ૧૨ હજાર લીટર અને એક-એક હજાર લિટરના ૩ પ્લાસ્ટિકના કેરબા સહિત કબજે લેવામાં આવ્યા છે. એક છોટા હાથી, મશીન સહિત અંદાજે ૩૧ લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આમ કુલ બંને જગ્યાએ રેઈટ દરમિયાન બોયો ડીઝલ ૪૯ હજાર ૫૦૦ લિટરની તથા મુદ્દામાલ સહિત કુલ કિંમત અંદાજે ૩૭,૮૨,૦૦૦ જેવી થાય છે.જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબેન કારીયા એ જણાવ્યું હતું કે અમને બાતમી મળી તે આધારે ભાવનગર સિટી મામલતદારની ટિમ અને પુરવઠા વિભાગની બંને મળી ને નારી રોડ પર આવેલ બે જગ્યાએ ગેરકાયદેસર બાયો ડીઝલ નું વેચાણ કરતા રેઈટ કરતા બને પાસે થી ૪૯ હજાર લીટર ડીઝલ તથા મુદામાલ સહિત ૩૭ લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.