ફાધર્સ ડે નિમિત્તે પિતા-પુત્ર દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરાયું

487

ફાધર્સ ડે નિમિત્તે પુત્ર પોતાના પિતાને પ્યારથી ગીફ્ટ અર્પણ કરતા હોય છે. ભાવનગરના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડોક્ટર મહેશ વસાણીના પુત્ર પારિતોષે ફાધર્સ ડે ના દિવે પોતાના પિતા દ્વારા વૃક્ષારોપણ કરાવી તેમને અનોખી ભેટ આપી હતી. પારિતોષને કોરોના કાળમાં પડેલ ઓક્સિજનની અછતનું ખુબ જ દુઃખ હતું. આથી પારિતોષે નક્કી કર્યું હતું કે કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સૌ પ્રથમ કાર્ય વૃક્ષારોપણનું કરીશ. તેણે તેની આ લાગણી ફાધર્સ ડે નિમિતે પિતા પાસે વૃક્ષારોપણ કરાવી પુરી કરી હતી. કોરોનાની મહામારી પછી લોકોને ઓક્સિજન અને પર્યાવરણનું મહત્વ સમજાયું છે. તેથી હવે વધુને વધુ લોકો વૃક્ષારોપણ કરી રહ્યા છે. જે એક ખુબ સારી નિશાની છે. તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે જણાવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ડો. મહેશભાઇ વસાણીનો પરિવાર ઉપરાંત ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, પિયુષભાઇ વ્યાસ, શૈલેષભાઇ ચિતલીયા હાજર રહ્યા હતા.

Previous article૧ લાખ સીડબોલના અભિષેકથી ભાવનગરની ધરા હરિયાળી બનશે
Next articleસિહોરમાં રથયાત્રા પૂર્વે ચાલી રહી છે તડામાર તૈયારીઓ