ઉમરાળા,ધારપીપળા અને રાણપુરમાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

618

વડાપ્રધાનની પ્રેરણાથી બધાને મફત વેક્સીનની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ઉમરાળા અને ધારપીપળા ગામે ૨૧ જુન.થી વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં.આવ્યો જેમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષ તેમજ ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિને રસી આપવામાં આવશે. આ રસીકરણ સેશનમાં ર્ઝ્રઉૈંદ્ગ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવનાર તેમજ સ્થળ પર આવનાર લાભાર્થીઓને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. રાણપુર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્શિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણપુરના મામલતદાર જે.એ.દેસાઈ, નાયબ મામલતદાર બી.પી.રાણા, કે.આર. રામાનુજ, ક્લાર્ક જે.ઝેડ.વાઘેલા, જીલ્લા પંચાયત બોટાદના ઈર્સ્ં આર.આર. ચૌહાણ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશના ડો.પાર્થરાજસિંહ રાઠોડ,રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.કૌશિક જાદવ સહીત આરોગ્ય સ્ટાફ તેમજ રાણપુર જીલ્લા પંચાયત બેઠકના સદસ્ય કેશુભાઈ પંચાળા,રાણપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર(સુરૂભા),સંજયભાઈ ગદાણી, કનકબેન સાપરા, ધરાબેન, મનસુખભાઈ મેર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.તેમજ રાણપુર તાલુકાના ઉમરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાણપુર તાલુકા પંચાયતના નાયબ ટી.ડી.ઓ.રોનક પટેલ,ઉમરાળા જીલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ મીઠાપરા ની હાજરીમાં વેક્શિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાણપુર તાલુકામાં રાણપુર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુંડલી, અણીયાળી કાઠી,ઉમરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ધારપીપળા ગામે વેક્શિનેશન આપવામાં આવશે.આ રસીકરણ અભિયાનમાં સરકારની સુચના મુજબ કોવિડ -૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે સ્થળ પર દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરી જનજાગૃતિ પ્રચાર-પ્રસાર માટે ટી.વી. પર ટુંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

Previous articleસિહોરમાં રથયાત્રા પૂર્વે ચાલી રહી છે તડામાર તૈયારીઓ
Next articleરકુલ પ્રીતને કોઈ કામ નથી મળતું તેવી અફવા ફેલાઈ