જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં અન્યાય : પ્રમુખ સરવૈયા

844
bvn1042018-10.jpg

ભાવનગર જિલ્લા પંચાયત બેઠકમાં ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા આર.સી.મકવાણાએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજય સરકારની જિ.પંચાયત દ્વારા કયાં તાલુકામાં કેટલી ગ્રાન્ટો વપરાય છ-છ મહિનાથી તો કમિટી બેઠક મળી નથી, ભાજપના જાગૃત સભ્ય ભરતભાઈ હડીયાએ આજની બેઠકમાં તંત્ર અને શાસકો સામે એવો વેધક પ્રશ્ન રજુ કૃયો હતો કે કોંગ્રેસનું અઢી વર્ષનું શાસન પુરૂ થયુ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ગામડાઓના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રસ્તા રિપેર થતા નથી પરિણામે લોકો રસ્તા માટે પારાવાર હાલાકી ભોગવી રહયા છે, ગામડાઓમાં જઈને આંટો તો મારો રસ્તા કેવા છે તેનો તમને ખ્યાલ આવે.
આવો પ્રશ્ન ઉભો કરી હડીયાએ તંત્રને આડે હાથ લીધુ હતુ, ભરતભાઈની લોક રજુઆતને પ્રમુખે ડ્રામા નો કરો તેવી ટકોર કરતા ધારાસભ્ય આર.સી. મકવાણાએ આને તમે ડ્રામા શબ્દ ન કહોની વાત કિધી હતી. જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટટાચાર કેટલો થયો બધા જાણે છે તેવો આક્ષેપ પણ મકવાણાએ કર્યો હતો, જવાબો આપવામાં જે તમે સક્ષમ નો હો તો માંડીવાળો એમ ભરત હડીયાએ જણાવી તંત્રની ઉગ્ર ટીકા કરી હતી. કારોબારી કમિટી ચેરમેન ગોવિંદભાઈ મોરડીયાએ ભાજપ સભ્યોની રજુઆતને ફગાવતા એમ કહયું હતુ કે, આવા ગોટાળાઓમાં તમે છો, કૌભાંડ કરવાની છુટ જવા ન દેવાની છુટ આમ કેમ ચાલે.જિલ્લા પંચાયત બોર્ડ બેઠક પ્રમુખ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં સભ્યોના પ્રશ્નો સાંભળી તેમણે એવો જવા દિધો કે, રાજય સરકાર જિલ્લા પંચાયતને અન્યાય કરે છે, સ્ટેમ્પ ડયુટી, રોયલ્ટીની ગ્રાન્ટ ઉપર કરની ગ્રાન્ટ મળી નથી આવો જવાબ દિધો હતો. ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પ્રશ્નોતરીમાં પ્રશ્ન ઉઠાવતા પ્રમુખ સરવૈયાએ તેમને ટકોરી ધારાસભ્ય બોર્ડમાં નથી પુછી શકતા સુચન કરો એમ કહીને ધારાસભ્યની રજુઆતને ટાળી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરો નથી રહેતા ભાડા લે છે વિગેરે પ્રશ્નો આરોગ્ય તંત્ર સામે ઉઠતા એક તબ્બકે આરોગ્ય અધિકારી પટેલે સાફ શબ્દોમાં બોર્ડને જણાવી દિધુ હતુ કે, ખોટા આક્ષેપો નો કરો હું રાજીનામુ આપી દેવા તૈયાર છું. આરોગ્ય ચેરમેન કાળુભાઈએ પોતાના વિભાગોના પ્રશ્નો અંગે રોષ વ્યકત કર્યો હતો. સભ્ય મહેશભાઈએ પણ તંત્ર સામે કેટલાંક પ્રશ્નો રજુ કર્યા હતા, જિલ્લા પંચાયતના વાહનો, તેની લોક બુક વિગેરે પ્રશ્નો પણ રજુ થયા, ખેડુતોને પીવા માટે પાણી આપવાનું બંધ થયાની હકિકત રજુ થઈ પ્રમુખે એક પણ ખેડુતોને પાણી દેવા તંત્રને આદેશ કર્યા. ૩૦ ટકા પ્રમાણે મેટલીગનું કામ કરવા પ્રમુખે તંત્રને સુચના આપી ભાવનગર જિલ્લા પંચાયતે કેટલાંક ગામોને તાલુકાનો દરજો દેવાનો નિર્ણય પણ કર્યો, તેમાં ટાણા ગામને પણ તાલુકા બનાવવા. નિર્મળાબેન જાનીએ કેટલા સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો વિરૂધ્ધ ફરીયાદો, કેટલાંકને હોદ્દા પરથી દુર કર્યા, તંત્રે નિર્મળાબેનને લેખીતમાં જવાબ કર્યો હતો, તેમણે થોરાળી ડેમના પ્રશ્ને પણ રજુઆત કરી. પ્રતાપસિંહ મોરીએ નવા તાલુકાના વિભાજનનો પ્રશ્ન પુછયો, સિંચાઈનું પાણી કંઈ રીતે છોડવામાં આવે છે, તેની વાત રજુ કરી રાદ્યવભાઈ મકવાણાએ માર્ગ મકાન વિભાગમાં ગ્રાન્ટનો મુદ્દો રજુ કર્યો, હેડ કવાર્ટરના ડોકટરનો પ્રશ્ન પણ ઉઠાવ્યો. 
પેથાભાઈ આહિરે એવો પ્રશ્ન રજુ કર્યો કે, જેઠાભાઈ પરમારને મૃત્યુ સહાય મુદ્દે કરેલી આજીનો પ્રશ્ન રજુ કૃયો, જિલ્લા પંચાયત મિલકતો બચાવવા. જિલ્લા પંચાયત બેઠકમાં જિલ્લા પંચાયતની કરોડોની મિલ્કતોની જાળવણી રાખવા પથિકાશ્રમ જિલ્લાના ગેસ્ટ હાઉસો રિપેર કરવા વિગેરે બાબતોના પ્રશ્નો રજુ થયા. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે આવેલા વરૂણકુમાર બરનવાલને ધારાસભ્યો, જિ.પંચાયત પ્રમુખ અને સમગ્ર બોર્ડે આવકાર આપ્યો હતો. સામાજીક ન્યાય કમિટી ચેરમેન સોસાએ સરપંચે ઉચાપત કર્યાનો પ્રશ્ન ઉભો કર્યો પગલા લેવાની જોરદાર માંગ ઉઠાવી પણ આ વત માત્ર ચર્ચામાં જ રહી હતી. બેઠકમાં બાંધકામ કમિટી ચેરમેન પદુભા વિગેરે હાજર રહેલા આ બોર્ડ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.સી.પટેલ, બોર્ડ સભ્યોએ પુછેલા પ્રશ્નોના નિયમોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ જવાબો દિધા હતા.

Previous articleમહુવાના સ્ટેશન રોડ પર ફટાકડાના ગોડાઉનમાં આગ
Next articleબિટકોઇન કેસ : સંડોવાયેલા બધાની ધરપકડ કરી લેવાશે