પ્રાપ્ત થતી માહિતી મુજબ બે વર્ષથી પરિવારમાં જમીનને લઈ આંતરિક વિવાદ ચાલતો હતો, ત્યારે આજે સવારે બન્ને ભાઈ ઓ કામ સબબ વાડીમાં ગયા હતા તે દરમિયાન મોટા ભાઈ એ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નાનાં ભાઈ ની હત્યા કરી નાખી હતીભાવનગર જીલ્લા નાં ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા લક્ષ્મણભાઈ મોહનભાઈ જાંબુચા ઉંમર વર્ષ ૪૫ નામના વ્યક્તિને તેમના સગા મોટાભાઈ એ આજે સવારે વાડીમાં વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારનાં ધા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક નો દિકરો આજે સવારે ભાવનગર આવ્યો હતો તે દરમિયાન તેમના ગામેથી પરિવારજનો નો ફોન આવ્યો હતો કે તેમના પિતાજીનું મોત નિપજ્યું છે, જે બાબતે તપાસ કરતા મૃતક પરિવાર જનના મોટાભાઈ અને પરિવારના જ અન્ય ચાર શખ્સો એ લક્ષ્મણભાઈ પર હુમલો કરી હત્યા કરી નાખી હતી. હાલ મૃતકને પી.એમ.માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, હત્યાના બનાવને લઇ ઘોઘા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે