વલસાડ પોલીસ સ્ટેશનમાં સુરતના બુટલેગર વિરુદ્ધ વિદેશી શરાબ હેઠળ ગુનો નોંધાયો હતો અને એક વષૅથી પોલીસ ને ચકમો આપી નાસતો ફરતો શખ્સ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં હોવાની બાતમી ભાવનગર એસઓજી ની ટીમ ને થતાં પોલીસે વોન્ટેડ બુટલેગર ને ઝડપી વલસાડ પોલીસને હવાલે ર્ક્યો હતો.સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડા ગામનો વતની અને હાલ સુરતમાં સરથાણા જકાતનાકા પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કનુ કથીરીયા ઉ.વ ૪૪ વિરુદ્ધ આજથી એક વર્ષ પૂર્વે વલસાડ પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની હેરફેર સબ નો ગુનો દાખલ થયો હતો આ ગુનો નોંધાયા બાદ બુટલેગર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનાં બદલે પોલીસ ને હાથતાળી આપી વારંવાર રહેઠાણ ના ઠેકાણાં બદલી નાસતો ફરતો હોય આથી વલસાડ પોલીસે જીતુ ને વોન્ટેડ જાહેર કર્યો હતો જેમાં ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વલસાડ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગારિયાધાર એસ.ટી બસ સ્ટેન્ડ પાસે ઉભો છે અને તેનાં ગામ સાતપડા જવાની ફિરાકમાં છે આથી એસઓજીની ટીમે ગારિયાધાર બસ સ્ટેશને પહોંચી આરોપી ની ખરાઈ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ની અટકાયત કરી હતી અને વલસાડ પોલીસને જાણ કરતાં વલસાડ પોલીસે વોન્ટેડ આરોપીનો કબ્જો લેવા તજવીજ હાથ ધરી હતી.