શેરડીના રસમાં સેકરીનની ભેળસેળનું કાવતરું..!!

1804
guj1042018-5.jpg

ઉનાળાની બપોરે બળબળતી ગરમીમાં તરફ છીપાવવા માટે શેરડીનો મીઠો મધુરો રસ પીતા લોકો માટે શેરડીનો રસ પણ હવે આરોગ્યને માટે ખતરારૂપ બન્યો છે. આ ભેળસેળિયા શેરડીના રસ પીવાથી અનેક લોકોનું આરોગ્ય જોખમાયા પછી અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે શેરડીના રસને મીઠો બનાવવા માટે વેપારીઓ શેરડીના સાંઠા પર સેકરીનનું પોતું મારી રહ્યા છે. વેપારીઓ પોતાનો વેપાર વધારવા માટે સતત અવનવા કીમિયાઓ કરતા રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ઘણીવાર શેરડીના રસના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડે છે જેનાં સ્વચ્છતા, બરફની ગુણવતા બરફ સ્ટોરેજ, શેરડીની ગુણવત્તા શેરડી સડેલી તો નથીને વગેરે બાબતોની ચકાસણી કરે છે. પરંતુ ધંધાર્થીઓ તેમનાથી પણ એક ડગલું આગળ છે. વિભાગની આંખમાં ધૂળ નાખી શકે છે. શેરડીની ઉપરની છાલને ઉખાડીને સ્વચ્છ સફેદ શેરડી મૂકેલી હોવાથી લોકો સમજે છે તેઓ આરોગ્યપ્રદ ચોખ્ખી શેરડીનો રસ ભેળસેળ વગરનો પી રહ્યા છે. પરંતુ તેમાં પણ હવે ભેળસેળ થવા લાગી છે.
એક તબક્કે આરોગ્ય વિભાગને પણ તેમની પાસ દરમ્યાન શેરડીના રસમાં લીંબુના ઉપયોગના બદલે લીંબુનાં ફૂલ ઉપયોગમાં લેવાતાં હોવાનું ધ્યાને આવ્યું હતું તો કેટલાક ધંધાર્થીઓને ત્યાં મોટા પ્રમાણમાં સેકરીનનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેમાં શેરડીના સાંઠા પર સેકરીનનું કોટિંગ લગાવાયું હોવાનું ધ્યાને આવ્યું છે.
લીંબુનાં ફૂલના કારણે પેટમાં બળતરા, એસીડીટી જેવી તકલીફ થાય છે. જ્યારે સેકરીન પણ કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેના કારણે કાકડા પર સોજો ગળામાં બળતરા વગેરે તકલીફ થઇ શકે છે. શેરડીના રસમાં વપરાતો બરફ પણ ચોખ્ખો પીવાલાયક પાણીથી બનેલો ન હોય તો તેના ઉપયોગથી પણ ગળામાં સોજો આવવાની સમસ્યા ઊભી થાય છે.

Previous articleબિટકોઇન કેસ : સંડોવાયેલા બધાની ધરપકડ કરી લેવાશે
Next articleકોંગ્રેસે જાતિવાદ ફેલાવ્યો, હવે પશ્ચાતા૫ માટે ધરણા કરે છે : નીતિન ૫ટેલ