(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૩
ઇરફાન પઠાણે ભારતીય ટીમમાં ૨૦૦૩-૦૪માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે સિડનીમાં પોતાની બીજી ટેસ્ટ મેચમાં એક શાનદાર યોર્કર દ્રારા એડમ ગીલક્રિસ્ટને આઉટ કર્યો હતો. જે વિકેટ બાદે તેણે લાંબો સમય ટીમ ઇન્ડીયાની સાથે વિતાવ્યો હતો. જોકે હાલમાં જ એક વાતચીત દરમ્યાન ઇરફાન પઠાણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, સૌરવ ગાંગુલી શરુઆતમાં તેને ટીમમાં સમાવવા નહોતા ઇચ્છતા.પઠાણની બોલીંગને લઇને થોડા રિઝર્વ હતા. આણ પણ ગાંગુલીની ઓળખ યુવાઓને સપોર્ટ કરનારા કેપ્ટન તરીકેની રહી છે. ઇરફાન પઠાણ એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ દરમ્યાન ખુલાસો કર્યો હતો. તેણે ફાઇનલ મેચના ટી બ્રેક દરમ્યાન એક સ્પોર્ટ શો દરમ્યાન કર્યો હતો.
પઠાણ એ ઓસ્ટ્રેલીયામાં પોતાના ડેબ્યૂ થી પડદો ઉઠાવતા આ વાત કહી હતી. તેણે કહ્યું, કેપ્ટન મારી પાસે આવ્યા અને કહ્યું, હું તને ટીમમાં નથી ઇચ્છતો. જે સમયે હું ૧૯ વર્ષનો હતો, જેથી દાદાને લાગ્યું કે હું ઓસ્ટ્રેલીયામાં રમવાને લઇ ખૂબ નાનો છું. મને ખૂબ પરેશાની થવા લાગી હતી. જોકે ઓસ્ટ્રેલીયા પ્રવાસના અંત સુધીમાં એ સાબિત થઇ ચુક્યુ હતુ કે, ભારતને બોલીંગમાં એક નવો સ્ટાર મળી ગયો છે. ઇરફાન પઠાણે ઓસ્ટ્રેલીયામાં બે ટેસ્ટ મેચમાં ૪ વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન સિડની ટેસ્ટ મેચમાં તેના નામે ૩ વિકેટ હતી.પઠાણે કહ્યું, બાદમાં સૌરવ ગાંગુલી તેની પાસે આવ્યા હતા. તેમણે તેમની ભૂલને માની હતી. તેમણે કહ્યું, તે મારી પાસે આવ્યા અને કહ્યું કે તે કેટલા ભૂલ ભરેલ હતા. તેનાથી મને આશ્વર્ય થયુ, કારણ કે એક કેપ્ટન પસંદગી માટે ખૂબ ઓછી વાત કરે છે, અને બાદમાં ભૂલ સ્વિકારે છે.