કોંગ્રેસના યોજાયેલા ધરણા બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાવવા અને દેખાડવાના દાંત જુદા છે. કોંગ્રેસ સત્તા મેળવવા માટે જાતિવાદ ફેલાવે છે. જાતિઓ વચ્ચે વિગ્રહ અને સંઘર્ષની સ્થિતિનું નિર્માણ કરી રહી છે. આ નિમ્નકક્ષાના પ્રયાસોમાં વિવિધ સમાજોને ઉશ્કેરીને રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવામાં આવી છે. કોંગ્રેસે અરાજકતા ફેલાવવાના કામ કર્યા છે. ચૂંટણી પુરી થઇ એટલે કોંગ્રેસને કોમી એખાલસતા યાદ આવી છે. કોંગ્રેસ હવે તેણે કરેલા કૃત્યોના ૫શ્ચાતા૫રૂપે ધરણા કરે છે ! રાહુલ ગાંધી કૉંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. દેશના દરેક મહાન નેતાઓ દરેક નાગરિકના છે, કોઇ ધર્મ કે સમાજ પુરતા નથી. કોંગ્રેસ આ મહાન રાજકીય નેતાઓ ઉપર નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રાહ્યા છે. ૧૪મીએ બાબા સાહેબ આંબેડકરનો કાર્યક્રમ અમે કરીએ છીએ. કેટલાક લોકો કૉંગ્રેસ અને સામ્યવાદીઓના ખોળે બેસીને બાબા સાહેબ સાથે અન્યાય કરી રહ્યા છે. કૉંગ્રેસે બાબા સાહેબ સાથે અન્યાય કર્યો હતો.