ભાવનગરના ગુરૂ આશ્રમ બગદાણામાં આજે પૂનમ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યું

315

ભાવનગર જિલ્લાના બગદાણા ગુરૂ આશ્રમ ખાતે પૂનમ પવૅને લઈને દૂર દૂર થી શ્રધ્ધાળુઓ બગદાણા ખાતે ઉમટી પડ્યા હતા. કોરોના મહામારી ની બીજી લહેર માં લાંબો સમય આશ્રમ બંધ રહ્યા બાદ તાજેતરમાં જ ખોલવામાં આવ્યો છે અને મંદિર ખુલ્યા બાદ પ્રથમ પૂનમને પગલે શ્રધ્ધાળુઓ પૂ.બાપા ના દશૅન માટે ભારે ઘસારો ર્ક્યો હતો.સંત શિરોમણી પૂ.બજરંગદાસ બાપા પૂરાં વિશ્વ માં પ્રખ્યાત છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામને પોતાની તપોસ્થળી બનાવી હતી. આ બગદાણા ગામે દર પૂનમે તથા શનિ-રવિના દિવસોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પૂજ્ય બાપાના દશૅન માટે દેશ-વિદેશ માથી ઉમટી પડે છે. થોડા સમય પૂર્વે રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં આવેલી કોરોના મહામારીની કાતિલ લહેરને પગલે જાહેર જન આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુરૂઆશ્રમ બગદાણા જાહેર જનતા માટે દશૅન માટે બંધ કરવામાં આવ્યો હતો અને હવે પરિસ્થિતિ થાળે પડતાં શ્રધ્ધાળુઓ માટે આશ્રમના કપાટ પુનઃ ખુલ્લા મુકવામાં આવ્યાં છે ગત તા,૧૩ જૂન ના રોજ મંદિર ખુલ્યા બાદ ખાસ ટ્રાફિક જોવા મળ્યું ન હતું.પરંતુ આજરોજ જેઠ માસની પૂનમ વડ સાવિત્રી પૂર્ણિમાને પગલે મોડી રાત થી જ વાહનો-પગપાળા યાત્રિકો ના મોટા સમુહ બજરંગદાસ ના દશૅન માટે ઉમટી પડ્યા છે લોક આસ્થાનું આગવું કેન્દ્ર બિંદુ ગુરૂ આશ્રમ બગદાણા ધામ ખાતે દર શનિ-રવિ તથા પૂનમે મોટો માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે.
કોરોના મહામારી ને પગલે ગુરૂ ભક્તો બાપાના દશૅન થી વંચિત હોય આથી આ પૂનમે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. ભક્તો ના ઘસારાને પહોંચી વળવા આશ્રમ સત્તાવાળાઓની ટીમ તથા સ્વયંસેવકોએ વ્યવસ્થા નો મોર્ચો સંભાળ્યો છે સરકાર તથા મેડિકલ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન નું ચૂસ્ત પણે પાલન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આગવા પગલાં ઓ લેવામાં આવ્યા છે ઉપરાંત મહુવા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Previous articleભારત સાથે ટકરાયા બાદ ચીનને અહેસાસ થયો વધુ સારી તૈયારીઓ-ટ્રેનિંગની જરુર
Next article૨૯મીએ મહાપાલિકાની કારોબારી મળશે