૨૯મીએ મહાપાલિકાની કારોબારી મળશે

208

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન ધિરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૯-૦૬-૨૦૨૧ને મંગળવારે સાંજે ૪ કલાકે સ્ટેન્ડીંગ કમિટીના મીટીંગ હોલમાં મળશે. આ બેઠકમાં કુલ ૨૯ જેટલા એજન્ડા રજુ થશે જે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી નિર્ણય કરાશે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જે તુમાર રજુ થશે તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે. આ મળનારી બેઠકમાં શહેરના અક્ષરપાર્ક રોડ ઉપરથી વાદીલાનાં નાળા સુધી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ, શહેરના કુંભારવાડા ઇએસઆર નેટવર્ક માટે કરવાનું થતું લાઇન લેઇંગનાં સુચિત કામ માટેની દરખાસ્ત માટેનું કામ, સ્ટેન્ડીંગ કમિટીના મીટીંગ હોલ બનાવવાનું કામ, શિક્ષણ સમિત્તિ હસ્તકની શાળાઓના ફાયર સેફ્ટીના સાધનો લગાવવાનું કામ, રીંગ રોડ ઉપર બાલયોગીનગર પાસે ડ્રેનેજ પંપીગ સ્ટેશનના અપગ્રેડેશનનું કામ. આ ઉપરાંત મળનારી બેઠકમાં શેત્રુંજી ડેમ પંપીગ સ્ટેશન ખાતે પંપ મોટર સેટનું કામ, કોરોનાને કાબુમાં લેવા આરટીપીસીઆર ટેસ્ટનાં ટાર્ગેટમાં વધારો રહેતા અને ખરીદી કરવાની જરૂરિયાત ઉભી થતાં ટાર્ગેટ મુજબ વીઆઇએમ ટેસ્ટ કીટ પુરી પાડી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવશે. શહેરના મોતીબાગ ટાઉન હોલમાં સેન્ટ્રલ એસી ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ કામે સ્થાનિક ટેન્ડર અંગેની પ્રસિધ્ધી માટે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવાશે. શહેરના નારી રોડ પર આવેલ ડમ્પીંગ સાઇટ પર મોનીટરીંગ માટે સીસીટીવી કેમેરા તથા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ખરીદ કરવા અંગે નિર્ણય કરાશે. આ ઉપરાંત આ મળનારી બેઠકમાં શહેરના ક.પરા વોર્ડમાં પેવર રોડનું કામ, ઉતર કૃષ્ણનગર વોર્ડમાં આરસીસી રોડનું કામ, સરટી હોસ્પિટલ નજીક બિસ્માર રોડ રસ્તા રિપેરીંગનું કામ, સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે વર્ષ ૨૦૧૫-૧૬નાં લક્ષ્યાંકના અંદાજીત રપ૦૦ ઇ.ડબલ્યુ.એસ આવાસોનું આયોજનની સૈધ્ધાતીંક મંજુરી આપવાનું કામ, મહાપાલિકામાં ભરતી અને બઢતીના નિયમો મંજુર કરવા બાબતે ઉપરાંત આ બેઠકમાં કેટલાક લીઝહોલ્ડ પ્લોટનો રિન્યુ કરવામાં આવશે સહીતના ૨૮ જેટલા એજન્ડાઓ રજુ થશે ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જે તુમાર રજુ થશે તે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાશે.

Previous articleભાવનગરના ગુરૂ આશ્રમ બગદાણામાં આજે પૂનમ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યું
Next articleભાવનગરમાં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી