કોરોના કારણે બેરોજગાર થયેલ નેત્રહીન પરિવારોને અનાજ કિટનું વિતરણ કરાયું

237

સદભાવના રૂરલ ટ્રસ્ટ અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૧૨૫ થી વધુ નેત્રહીન પરિવારને કોવિડ-૧૯ કોરોના વાઈરસના કારણે ધંધારોજગાર બંધ હોવાથી આગામી જુલાઈ માસ સુધીમાં કોવિડ-૧૯ કોરોના વાઈરસની ગાઈડલાઈન્સ મુજબ ક્રમશઃ અનાજકીટનું વિતરણ કરવામાં આવશે. સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રશાંથી અસ્વાની લક્ષ્મણભાઈ કાઠીયા તરફથી ૨૧ પરિવારને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ૧૦૦ થી વધુ અન્ય નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ કોવિડ-૧૯ કોરોના વાઈરસની ગાઈડલાઈન્સ મુજબ તબ્બક્કાવાર કરવામાં આવશે. આ પ્રંસગે સંસ્થાના કાર્યકર મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, હસમુખભાઈ ધોરડા, કનુભાઈ પટેલ સહીતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગરીબ-મધ્યમ વર્ગિય પરિવારોના ડોક્યુમેન્ટ આધારે લોન મેળવી છેતરપીંડી કરતા ૨ ઝબ્બે
Next articleરાણપુરમાં વાડીએ કામ કરી રહેલા પ્રૌઢનું વીજશોક લાગતા મોત