રાણપુરમાં રહેતા ઈકબાલભાઈ મિયાજીભાઈ દેસાઈ (ઉ.વ.૫૬)પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા તે સમયે વાડીએ વીજશોક લાગતા તેઓનું મૃત્યુ થયાની પોલીસ ફરીયાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આ બનાવ અંગે મળતી માહીતી મુજબ ઈકબાલભાઈ અને તેમનો દિકરો ઈમરાનભાઈ બરવાળા રોડ ઉપર રાણપુરથી ૪ કીલોમીટર દુર પોતાની વાડીએ ખેતીકામ માટે ગયા હતા.જ્યા અલગ-અલગ બે વાડી હોય પિતા-પુત્ર અલગ-અલગ વાડીએ કામ કરવા ગયા હતા.વાડીએ લાઈટ સવારે ૪ વાગ્યે આવે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે લાઈટ જતી રહેતી હોય પુત્ર ઈમરાનભાઈ એ જમવા માટે તેમના પપ્પાને ફોન કરતા પણ ફોન નહી ઉપાડતા પિતા ઈકબાલભાઈ જે વાડીએ કામ કરતા હતા તે વાડીએ પુત્ર ઈમરાનભાઈ આવતા પિતા ઈકબાલભાઈ ને જી.ઈ.બી.ના ટી.સી. પાસે કામ કરતા હતા ત્યા પડેલા જોતા સગા-સબંધીને જાણ કરતા લોકો બનાવ સ્થળે દોડી આવ્યા ગાડીમાં રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા જ્યા ફરજ પરના ડોક્ટરે ઈકબાલભાઈ મિયાજીભાઈ દેસાઈ ને મૃત જાહેર કરી પી.એમ.કરેલ આ બનાવ અંગે મૃતકના પુત્ર એ રાણપુર પોલીસ સ્ટેશનમાં ૈંઁઝ્ર ૧૭૪ મુજબ ફરીયાદ દાખલ કરાવેલ છે.જેને લઈને આગળની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એન.સી.સગર ચલાવી રહ્યા છે.