વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા નક્કી કરવા ફોર્મ્યુલા લાવવી જોઈએ : ગાવસ્કર

908

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વરસાદનું વિધ્ન છવાયેલું રહ્યું. ચારમાંથી મેચના બે દિવસ વરસાદના કારણે બરબાદ થઈ ગયા. પ્રથમ દિવસે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. જ્યારે ચોથા દિવસે પણ વરસાદના કારણે ખેલાડીઓ મેદાન પર ઉતરી શક્યા ન હતી. જેને લઈ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આઈસીસીને આડે હાથ લીધી અને કહ્યું, આઈસીસીએ નક્કી કરવું જોઈએ કે ડબલ્યુટીસીની ટ્રોફી કોઈ એક ટીમના હાથમાં જાય.પૂર્વ ભારતીય કેપ્ટને જણાવ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના વિજેતા નક્કી કરવા માટે આઈસીસીએ એક ફોર્મ્યુલા લાવવી જોઈએ. ગાવસ્કરે જણાવ્યું, જો ડબલ્યુટીસીની ફાઈનલ ડ્રો જાય છે. તો વિજેતાને પસંદ કરવા માટે એક ફોર્મ્યુલા હોવી જોઈએ. આઈસીસી ક્રિકેટ કમિટીએ આ વિશે વિચારવું જોઈએ અને તે પછી તે અંગે નિર્ણય લેવો જોઈએ.ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલા આ મેચના ૪ દિવસમાં માત્ર ૧૪૧.૧ ઓવર જ રમવામાં આવી છે. આઈસીસીએ મેચ માટે એક દિવસ અનામત રાખ્યો છે અને આવી સ્થિતિમાં મેચનો નિર્ણય ૫માં અને છઠ્ઠા દિવસની રમતમાં લેવાનો છે. હજી ૩૦૮.૫ ઓવર રમાવાની બાકી છે. જે આગામી બે દિવસમાં મુશ્કેલ બનશે.સુનીલ ગાવસ્કરે કહ્યું, મને લાગે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ડ્રોમાં સમાપ્ત થવા જઈ રહી છે અને આ ટ્રોફી બન્ને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે. આ પહેલી વાર હશે જ્યારે ટ્રોફી ફાઈનલમાં આ રીતે શેર કરવામાં આવશે. ૩ ઈનિંગ્સ બે દિવસમાં અશક્ય છે. જો બન્ને ટીમો ખૂભ ખરાબ રીતે બેટીંગ કરશે તો ત્રણેય ઈનિંગ્સ પૂર્ણ કરી શકાશે.

Previous articleસેતુપતિની હીરોઈન બનવા કૈટરીના કૈફે તૈયારી શરૂ કરી
Next articleશહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વૃક્ષારોપણ