જેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે જીવન જરૂરિયાતની વસ્તુઓનીનું વિતરણ કરાયું

511

જેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે શેઠ મુકેશકુમાર મગનલાલ દોશી પરિવાર તરફથી ગામના જરૂરીયાત મંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો યોજાયાજેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે ગામના જરૂરીયાત મંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું. જેમાં ૧૮ વસ્તુઓની સાથે ૧૩૨ કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છાપરીયાળી પાંજરાપોળ ખાતે પૂજ્ય પ્રબોધદાદાની નિશ્રામાં ગાયોને ૯ ટન શેરડી, ૩ ટન તરબૂચ, ૧ ટન દાડમ, ૫૦૦ કિલો કેળા, ૪ ટન લીલા ઘાસચારો ઉપરાંત લાપસી, લાડવા અને શાકભાજી નીરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જેસર મહાજન તથા ગામના આગેવાનો હાજર રહી મુકેશભાઈ દોશીના જીવદયા દાનની અનુમોદના કરી હતી.

Previous articleસુરત કતારગામ ખાતે રહેતા વિરલ વરિયાની લાડકી દિકરી પાયલનો આજે જન્મદિવસ
Next articleબોટાદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા તુષાર સુમેરા