બોટાદ જિલ્લામાં ૨૦૧૨ ની બેચના ભારતીય પ્રશાસનિય સેવાના અધિકારી તુષાર સુમેરા (આઈ.એ.એસ.) એ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા તુષાર સુમેરાએ કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૨ ની બેચના અધિકારી એ સૌ પ્રથમ વર્ષ-૨૦૧૩માં અમરેલી ખાતે તાલીમી સમય પૂર્ણ કરી વર્ષ-૨૦૧૪માં મોરબી ખાતે આસીસ્ટ્ન્ટથ કલેકટર, વર્ષ-૨૦૧૬માં નવસારી ખાતે જિલ્લાા વિકાસ અધિકારી, વર્ષ-૨૦૧૭માં ભાવનગર ખાતે રીજીયોનલ મ્યુ નિસિપલ કમિશ્નર તરીકેની સેવાઓ બાદ તેઓ વર્ષ-૨૦૧૯ થી જુનાગઢ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર તરિકે કાર્યરત હતા. તેમણે જૂનાગઢ ખાતે શહેરી વિસ્તારના વિકાસ તેમજ શહેરની પ્રાથમિક સુવિધા માટે પ્રસંશનિય કામગીરી કરી ફરજ બજાવેલ છે.અત્રે ઉલ્લેથખનીય છે કે તેમણે નવસારી જિલ્લાી વિકાસ અધિકારી તરીકે ખુબ જ સારી કામગીરી કરી હતી. તેમણે નવસારી જિલ્લાામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરેલ પ્રસંશનિય અને ઉત્કૃરષ્ટ કામગીરી બદલ રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬-૧૭ માં શ્રેષ્ડન જિલ્લાગ વિકાસ અધિકારીનો એવોર્ડ મેળવેલ છે. બોટાદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યા બાદ કલેકટર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કૃષિને વધુ પ્રોત્સાહિત કરવા, બેંક અને નાના ઉદ્યમીઓને સાથે રાખી બોટાદ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આવશે ઉપરાંત નવ નિયુકત કલેકટરએ બોટાદ જિલ્લો આરોગ્ય, શિક્ષણ, અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અગ્રેસર બને તે માટેની કામગીરીને પ્રાધાન્ય આપવાની નેમ પણ વ્યકત કરી હતી.