તમામ રાજ્યો ૩૧ જુલાઈ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરેઃ સુપ્રિમ

169

રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ બનાવવા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત છે માટે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ નહીં કરવામાં આવેઃ સુપ્રિમ કોર્ટ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૪
સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારના રાજ્ય બોર્ડોની ૧૨માં ધોરણની પરીક્ષા રદ્દ કરવાવાળી અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે તમામ રાજ્ય શિક્ષણ બોર્ડોને નિર્દેશ આપ્યા કે તેઓ ૩૧ જુલાઈ સુધી ૧૨માં ધોરણનું રિઝલ્ટ જાહેર કરે. સાથે જ કોર્ટે તેમને ૧૦ દિવસમાં ઇન્ટરનલ એસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે કહ્યું છે. આ પહેલા કૉર્ટે સમગ્ર ભારતમાં તમામ રાજ્યોના બૉર્ડ માટે એસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા સંબંધમાં આદેશ પસાર કરવાનો ઇનકાર કરી દીધો. કૉર્ટે કહ્યું કે, રાજ્ય અને તેમના બૉર્ડ પોતાની નીતિ બનાવવા સ્વતંત્ર અને સ્વાયત્ત છે. આ કારણે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ નહીં આપે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અનુભા સહાય શ્રીવાસ્તવે અરજી કરીને માંગ કરી હતી કે રાજ્ય બૉર્ડોની ૧૨માં ધોરણની પરીક્ષા પર રોક લગાવવામાં આવે.
અરજી લાંબા સમયથી પેન્ડિંગ હતી. આ દરમિયાન અનેક રાજ્યોએ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. ૬ રાજ્યોમાં ૧૨માંની પરીક્ષા પહેલા જ થઈ ચુકી છે. ગત અઠવાડિયે સીબીએસઇ બૉર્ડના ૧૨માં ધોરણના રિઝલ્ટને તૈયાર કરવાને લઈને બનેલી ૧૩ સભ્યોની કમિટીએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આમાં બૉર્ડે રિઝલ્ટ જાહેર કરવાના ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતુ. બૉર્ડના ડ્રાફ્ટ પ્રમાણે ૧૦માં, ૧૧માં અને ૧૨માંના પ્રી-બોર્ડના પરિણામને ફાઇનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. બોર્ડે ૩૧ જુલાઈના રિઝલ્ટ જાહેર કરવાની વાત કહી હતી. કોર્ટે બૉર્ડના ડ્રાફ્ટને મંજૂરી પણ આપી હતી. તો આ તરફ આંધ્રપ્રદેશ સરકારના ૧૨મા ધોરણની પરીક્ષા અસ્થાયી રીતે જુલાઈમાં યોજવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્ય પાસે એક નિર્ણય અને યોગ્ય યોજના હોવી જોઈએ. તેઓ વિદ્યાર્થીઓના જીવન સાથે છેડછાડ કરી શકે છે? કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સીબીએસઇના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી દીધી છે. દિલ્હી સરકારના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

Previous articleરાજ્યમાં નિયંત્રણો હળવા કરાયા, આજથી સિનેમાઘરો ખુલશે
Next articleરથયાત્રાની અવઢવ વચ્ચે એક ગજરાજ સાથે જળયાત્રા યોજાઈ