ભાવનગર આહીર સમાજ દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા શહેર ખાતે માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી બીન ઉપયોગી જમીન લોકોના સુખાકારી માટે ઉપયોગ થાય તે બાબતે રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરના સમર્થનમાં ભાવનગર કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા રેલ્વે વિભાગની મંજૂરી મેળવેલ અને તે જગ્યા પર બગીચો, ચિલ્ડ્રન પાર્ક, વોકિંગ ટ્રેક વિગેરે લોકોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે હાથ ધરાયેલ કાર્ય માં સત્તા પક્ષના અમુક નેતાઓ ના ઇશારે રેલ્વે પોલીસ આ કાર્ય ને અટકાવવામાં આવ્યું છે તે બાબતે ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા સોળ દિવસ ઉપવાસ અનશન કરેલ. જેનુ કોઈ નિરાકરણ હજુ સુધી આવેલ ન હોય જે બાબતે ભાવનગર આહીર સમાજ અમરીશભાઈ ને સમર્થન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,રાજુલા માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ રેલ્વેની પડતર જગ્યા નગરપાલિકાને સોંપવામાં આવે અને જો ટુક સમયમાં આ બાબતે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આહીર સમાજ ભાવનગર અમરીશભાઈના સમર્થનમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.