જાણીતા કથાકાર વિશ્વાનંદમયી માતાજીએ કોરોનાની રસી મૂકાવી

641

રાજ્ય સરકાર દ્વારા ’સ્થળ પર પહોંચો અને રસીકરણ કરાવો’ ની શરૂઆત કરવામાં આવી છે અને તેના દ્વારા રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ થાય તે માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના રસીકરણના આરોગ્ય તંત્રના આ વ્યાપક અભિયાનમાં ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમના વિશ્વાનંદમયીજી પણ જોડાયા છે. જાણીતા કથાકાર વક્તા વિશ્વાનંદમયી માતાજીએ જાળિયા ગામમાં આજે બીજા તબક્કાની રસી મૂકાવી હતી.રસીકરણ બાદ તેમણે જણાવ્યું કે,વ્યક્તિ તંદુરસ્ત હશે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત બનશે. તેથી રાજ્યના દરેક નાગરિકો સત્વરે રસી મુકાવીને પોતાની જાત સાથે રાષ્ટ્ર અને પોતાની જાતને સુરક્ષિત કરે તે માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રંઘોળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી મનસ્વિની માલવિયાના માર્ગદર્શન સાથે ધરવાળા આરોગ્ય કેન્દ્રના છાયાબેન પણદા દ્વારા જાળિયા ગામે રસીકરણ ચાલી રહ્યું છે, જેમાં ગ્રામજનોને તબક્કા અનુસાર કોરોના સામે રસીકરણ થઈ રહ્યું છે.જાળિયા ખાતે વિશ્વાનંદમયીજી સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ રસીકરણ કરાવ્યું હતું.

Previous articleભાલમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે ભાવ.ના પંચાયત સિંચાઇ વિભાગની અભૂતપૂર્વ કામગીરી
Next articleબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઈન્દિરા ગાંધી બનશે