પાલીતાણા ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરાયું

905
bvn2182017-3.jpg

પાલીતાણા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરાયું. પાલીતાણાથી જેસર રૂટની બસ છેલ્લા ર મહિનાથી અનિયમિત હોય તેના કારણે વિદ્યાર્થીઓને ઘરે જવામાં રાત પડી જતી હોય છે. છેલ્લા ઘણા સમયથી જેસર રૂટની બસ અનિયમિતતા કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. બસ અનિયમિતની ફરિયાદ ઘણીવાર ડેપો મેનેજરને કરી પણ પ્રશ્નનો કોઈ નિકાલ ન આવતા આજે સાંજે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરી પણ યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરાયું હતું ને બધી બસો બસ સ્ટેશન ખાતે રોકી દેવાઈ હતી. આ ઘટના પગલે ડેપો મેનેજરએ પાલીતાણા પોલીસને જાણ કરતા પી.આઈ. માંજરીયા સહિતનો સ્ટાફ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે દોડી ગયો હતો ને લોકોના ટોળા વિખી નવી બસ મુકાવી મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલને ફોન દ્વારા પુછતા તેમણે જણાવ્યું હતું કે જેસર રૂટની બસમાં પંચર હોય તેથી બસના સમયમાં મોડુ થયું હતું ને ભાવનગર ડેપોએ જાણ કરી ભાવનગર રૂટની બસ કેન્સલ કરી નવી બસ મુકવામાં આવી હતી ને આ બસ રોકો આંદોલન અમુક લોકો હીરો બનવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરીને ખોટી વાતો કરી આવા બસ રોકો આંદોલન કરાવે છે તેમ જણાવ્યું હતું.

Previous articleએસબીઆઈ મેનેજમેન્ટ દ્વારા કર્મચારી સાથેના અન્યાયી અભિગમનો વિરોધ
Next articleરાજેશ જોશીના મુક્તિપત્રનો પ્રદેશ કોંગ્રેસ દ્વારા અસ્વિકાર