ધોની અનોખા અંદાજમાં ઝીવા સાથે વેકેશન માણી રહ્યો છે

213

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૨૫
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કાયમ પોતાના નવા લૂક માટે ચર્ચામાં રહે છે. ધોનીએ જ્યારે ક્રિકેટ જગતમાં એન્ટ્રી લીધી ત્યારે તેમના લોન્ગ હેર લૂકથી લોકો ગાંડા થયા હતા. ત્યારે, હવે ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર થયા હોય પણ પોતાનો લૂકતો તે બદલતા જ રહે છે. હાલ, ધોની પોતાના નવા લૂકમાં પોતાની પુત્રી ઝીવા અને પત્ની સાક્ષી સાથે હિમાચલમાં વેકેશનની મઝા લઈ રહ્યા છે. ધોનીએ પોતાના નવા લૂકમાં હવે મુંછો વધારી છે. અને પોતાની મુંછોને તેઓ વાંક આપી રહ્યા છે. જેના કારણે તેમની પર્સનાલિટી વધુ આકર્ષક લાગી રહી છે. ધોનીની પુત્રીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક ફોટો શેર કરવામાં આવી છે. જેમાં તે પોતાના પિતા ધોની સાથે શિમલામાં જોવા મળે છે અને ધોની પોતાના નવા લૂકમાં છે. સાક્ષી ધોનીએ પણ સોમવારે પોતાના વેકેશનનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ધોની પોતાની ફિટનેશ જાળવવા માટે સાયક્લિંગ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન હાલ પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યા છે. ધોની પોતાના પરિવારજનો સાથે હિમાચલ પહોંચ્યા હતા. હિમાચલ વેકેશનની ધોનીનો હજુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, ધોની શિમલાની પારંપરિક ટોપીમાં જોવા મળે છે. જેને કુલ્લૂ ટોપી કહેવામાં આવે છે. જેમાં ધોનીની વધેલી મુંછો પણ જોવા મળે છે. હવે ધોની ક્રિકેટના મેદાનમાં સપ્ટેમ્બરમાં જોવા મળશે. જે આઈપીએલ ૧૪નો બીજો ભાગ હશે. ઉલ્લેખનિય છે કે, કદાચ ત્યારે ધોની કોઈ પોતાનો અલગ અંદાજ બતાવે તો નવાઈ નહી.

Previous articleબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઈન્દિરા ગાંધી બનશે
Next articleસિઝનના પહેલા વરસાદમાં જ વલ્લભીપુરના નવા બનેલા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં