જૈઠ પૂર્ણિમા એટલે શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રાનો પ્રાગટ્ય દિવસ હરેકૃષ્ણ ધામમાં ભગવાન શ્રી જગન્નાથજીની ને ૧૦૮ ધડા થી સ્નાન અને પંચામૃત થી અભિષેક કરવામાં આવ્યો હતો.
જગન્નાથને અભિષેક કરવા માટે ખાસ ઇસ્કોન પ્રેસિડેન્ટ વેણુ ગાયક દાસ સાથે કુંડલ કૃષ્ણપ્રભુ જી અને મંદિરના હેડ પૂજારી વિજય કૃષ્ણ પ્રભુ સાથે ચતુર્ભુજ કૃષ્ણ પ્રભુ.રોહિણી નંદન પ્રભુ. ચેતન્ય ચંદ્રોદય પ્રભુ વનમાળી પ્રભુ એ શ્રી જગન્નાથજીનો અભિષેક કર્યો હતો.વિશેષ શ્રી જગન્નાથ અને બળદેવજીને જગન્નાથપુરી ઓરિસ્સા મંદિરમાં આજના દિવસે ગજવેશ સિંગાર કરવામાં આવે છે તેવો સિંગાર ઇસ્કોન મંદિર ભાવનગરમાં કરવામાં આવ્યો હતો જગન્નાથ બળદેવજીને હાથીની જેમ સૂંઢ અને હાથીના કાન પહેરવામાં આવે છે.