એકાદ ઇંચ વરસાદમાં જ શહેરનાં વિવિધ વિસ્તારોમાં, સોસાયટીઓમાં પાણી ભરાયા

436


ભાવનગરમાં ચોમાસાનો પ્રારંભ થઇ ચુકયો છે અને શહેર તથા જિલ્લામાં વધતો-ઓછો વરસાદ પડવા લાગ્યો છે. બે-દિવસ પૂર્વે અને ગઇકાલે ભાવનગર શહેરમાં જોરદાર વરસાદનાં ઝાપટા પડયા હતા અને એકાદ ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો હતો ત્યાંજ શહેરનાં અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા જેમાં તમામ રોડ પરની સ્વપ્ન સૃષ્ટિ, ટોપ-થ્રી સર્કલ, દુઃખી શ્યામબાપા સર્કલ, નજીકની સોસાયટીઓ, સીદસર રોડની રેખા સોસાયટી, હરી.ૐ સોસાયટી, ભાંગલીગેટ, ઘોઘા સર્કલ, રબ્બર ફેકટરી સર્કલ, કુંભારવાડા સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જ્યારે કેટલીક સોસાયટીમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનાં કારણે વધુ વરસાદમાં ઘરમાં પાણી ઘુસી જવા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે.

Previous articleઇસ્કોન મંદિર હરેકૃષ્ણ ધામમાં જગન્નાથજી, બળદેવ, સુભદ્રામૈયાનો અભિષેક કરાયો
Next articleમધ્યપ્રદેશમાં કોરોનાના ડેલ્ટ પ્લસ વેરિયન્ટનો કહેર, સાત કેસમાંથી બેનાં મોત