લાઠી શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારો માટે આનંદો લાઠી શહેરની ગાંગડીયા નદીને ઉંડી ઉતારવાનું ખાત મહુર્ત કરતા દાતાઓ લાઠી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના હાલ સુરત અમદાવાદ મુંબઈ સહિત શહેરોમાં રહેતા વતન પ્રેમીઓના આર્થિક સહકારથી જળસંસાધનનું ઉત્તમોત્તમ કાર્ય કરતા સર્વત્ર ખુશી છવાઈ છે.
દરેક ધર્મ શાસ્ત્રો પુરાણોમાં જળસંસાધનના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા કરતા પણ પવિત્ર ગણાવ્યા છે ત્યારે લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ કાર્ય કરતા વતન પ્રેમી દાતા ઓ દ્વારા ગાંગડીયા નદીની સંગ્રહ શક્તિ વધે આ વિસ્તાર માટે પાણીની સમસ્યા માટે રાહત રૂપ બને ભૂગર્ભ જળના સ્તર સુધરે તેવા સુંદર હેતુએ લાઠી શહેરની ગાંગડીયા નદીને ઉંડી ઉતારવાની કામગીરી શરૂ થતાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતામાં આનંદો યાંત્રિક સાધનો દ્વારાની મદદથી જળસંસાધનનું સુંદર કાર્ય થયેલ છે.