ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ભાચકન સાહેબે ગંગાજળીયા પોસ્ટે ના ડી સ્ટાફ તથા ચોકી પોલીસ સ્ટાફ ના માણસોને અનડીટેકટ ગુન્હા અંગે ભાર આપી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ ઉપરોકત સુચના અને માર્ગ દર્શન મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા રૂવાપરી ચોકી ના પોલીસ ના માણસો ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમીયાન ચોક્ક્સ બાતમી હકીકતે સાંઢીયાવાડ જોગીવાડ ની ટાંકી ઝમઝ્મ રેસ્ટ્રોરન્ટ પાસે એક ઇસમ નામે અલ્તાફ ઉર્ફે બાદશાહ અબાસનભાઇ બામેલમ/સિપાઇ ઉવ.૨૩ રહે ગોરાવાડી પોસ્ટ ઓફીસની પાછળ પાલીતાણા વાળાને એક શંકાસ્પદ હોંન્ડા શાઇન મો.સા જેના રજી GJ 04 CN 1587 વાળા સાથે પકડી પાડી આ અંગે તેની સખત પુછપરછ કરતા પ્રથમ મજકુર ઇસમ ગલ્લા તલ્લા કરેલ બાદમા મજકુર ભાંગી પડેલ અને આ મો.સા આશરે વીસ દિવસ પહેલાં રૂવાપરી રોડ ખાન સાહેબ ના ડેલા ની બહાર પાર્ક કરેલ હોય ત્યાથી ચોરી કરેલાનું જણાવતો હોય જે અંગે ગંગાજળીયા પોસ્ટે ગુના રજીસ્ટર નંબર ૧૧૧૯૮૦૧૧૨૧૦૯૧૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ.૩૭૯. મુજબ ગુનો રજી થયેલ હોય જેથી મજકુર પાસેથી ચોરી નુ મો.સા કિંમત રૂ ૨૫૦૦૦/- ગણી ગુંન્હા ના કામે કબ્જે કરેલ અને મજકુર ઇસમ ને કોવીડ ૧૯ નો રિપોર્ટ નેગીટીવ આવી જતા ધોરણસર અટક કરેલ બાદ મજકુર ઇસમ અગાઉ ગંગાજળીયા પોસ્ટેમા લુંટના ગુન્હા મા પકડાયેલ હોય જેથી મજકુર ઇસમે અન્ય કોઇ ચોરી કરેલ તે બાબતે આગવી ઢબે પુછપરછ કરતા મજકુરે ઉપરોકત મો.સા ચોરી સિવાય ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમા આ આશરે દોઢ મહિના પહેલા રાત્રીના શીશુવિહાર પાસેથી એક હિરો હોન્ડા સ્પલેંન્ડર પ્લસ મો.સા તથા પ્રભુદાસ તળાવ હવા મસ્જીદ વાળી શેરી મફતનગર ખાતે થી એક હિરો કંપનીની દુધીયા તથા કાળા કલરની હીરો સ્માર્ટ પ્લસ મો.સા ચોરી કરેલા ની કબુલાત આપેલ જેથી આ વધારા ના બે મો.સા પણ મજકુર ઇસમ પાસેથી કબ્જે કરેલ છે અને આ બંન્ને મો.સા ચોરી અંગે ઘોઘા રોડ પોસ્ટે ને જાણ કરેલ છે.આમ ગંગાજળીયા પોલીસ સ્ટેશન ને ભાવનગર શહેર વિસ્તારમા કરેલ ત્રણ મો.સા ચોરી નો ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે. આ સમગ્રહ કામગીરીમાં ગંગાજળીયા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ભાચકન સાહેબ તથા પો.સ.ઇ એસ.એમ.સિસોદીયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ તથા ચોકી સ્ટાફ ના માણસો જોડાયા હતા.