વડિયા તાલુકાના ૪૪ ગામડાઓના જનસેવા કેન્દ્રનો દબદબાભેર પ્રારંભ

699
guj11418-1.jpg

અમરેલી જિલ્લાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ આજરોજ વડિયા મુકામે ધારાસભ્યના કાર્યાલયનો આજુબાજુના ૪૪ ગામડાઓના કાર્યકરો વચ્ચે દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. 
આ તકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ જનસેવા કાર્યાલય કાયમી ધોરણે શરૂ કરવામાં આવેલ છે. અને કાયમી ચાલુ રહેશે. સોમ થી શનિ આ કાર્યાલયમાં ગ્રામ્યજનો પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. ગામડાના અઢારેય વરણના કામો તેમજ સરકારી યોજનાઓની માહિતીનું કેન્દ્ર આ કાર્યાલય બની રહેશે. સમસ્યાઓની રજુઆત લેખીતમાં કરવી સવારે આપેલી અરજી સાંજ સુધીમાં ગાંધીનગર કાર્યાલયમાં પહોચે તેવી વ્યવસ્થા અને વિડીયોકોલીંગથી પણ રૂબરૂ વાત થાય તેવી આધુનિકતા સભર કાર્યાલય બનાવવા વીચારણા છે. આમ વડિયા વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું. 

Previous article જાફરાબાદના બાળાનીવાવ ગામે કાલે સતીમાનો નવરંગો માંડવો
Next article ભાદરની નદીમાંથી થતી બેફામ ખનીજ ચોરી : તંત્ર મૂકપ્રેક્ષક