પાળીયાદના બાબરકોટ ગામ પાસે શાળાનું ખાતમુર્હુત કરાયું

486

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ જગવિખ્યાત વિસામણબાપુની દેહાણ જગ્યા વિહળધામ ના ખૂબ શ્રધ્ધાળુ સેવકગણ તરાઘરા ગામના નાગજીભાઈ ચાંદપરા તેમજ ચાંદપરા પરીવાર દ્વારા બોટાદ પાળીયાદ રોડ પર બાબરકોટ ગામ પાસે વિહળ ઇન્ટરનેશનલ વિધાપીઠ નામની સ્કુલ નું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે.આ તકે સ્કૂલનું ખાતમુર્હત પાળીયાદ જગ્યાના મહંત મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના શુભ હસ્તે તેમજ હાલમાં જેમને ગુજરાત સંત સમિતિમાં સ્થાન આપવામાં આવેલ એવા જગ્યાના સંચાલક ભયલુબાપુના શુભ હસ્તે કરવામા આવેલ અને આ નીમીતે જગ્યાનાં સાધુઓ અને મર્યાદિત સેવકગણ જેમાં નાગજીભાઇ ચાંદપરા, લક્ષ્મણભાઈ મોકાણી, ગીરધરભાઈ પ્રજાપતિ, લાલભાઈ પટેલ, પોપટભાઈ તથા મહાજન પાંજરાપોળનાં સભ્યો હાજર રહ્યા હતા. આ સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા શાસ્ત્રી દવે અજયભાઈ સામવેદી દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

Previous articleભાવનગર શહેરનાકુંભારવાડા વિસ્તાર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર
Next articleનાબાર્ડના સહયોગથી સિહોર તાલુકાના અમરગઢ ખાતે ખેડૂતો માટેની શિબિર યોજાઈ