સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતે આતંકવાદ મુદ્દે પાક.ને આડે હાથ લીધું

486

કેટલાંક દેશ આતંકવાદ ફેલાવા માટે દોષિતઃ ભારત
(જી.એન.એસ.)સંયુક્ત રાષ્ટ્ર,તા.૨૬
ભારતે સંયુકત રાષ્ટ્રના મંચ પરથી આતંકવાદને આશરો આપતા વધુ નિર્ણયોને લઇ પાકિસ્તાનને ખૂબ ખરું-ખોટું સંભળાવ્યું. ભારતે કહ્યું કે તેઓ છેલ્લાં કેટલાંય દાયકાથી ખાસ કરીને સરહદ પારથી થનાર આતંકવાદનો શિકાર રહ્યા છે. ભારતે સીધે સીધું પાકિસ્તાનનું નામ ના લેતા કહ્યું કે કેટલાંક દેશ એવા છે જે આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરવા અને આતંકવાદીઓને આશરો આપવા માટે સ્પષ્ટપણે દોષિત છે. ભારતે ભલે સ્પષ્ટપણે ના કહ્યું હોય પરંતુ તેનો ઇશારો પાકિસ્તાનની તરફ હતો.સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી.એસ.તિરૂમૂર્તિએ બીજા આતંકવાદ નિરોધ સપ્તાહ દરમ્યાન પાકિસ્તાન પર જોરદાર નિશાન સાંધ્યું. ‘કોવિડ-૧૯ બાદના પરિદ્રશ્યમાં આતંકવાદના ધિરાણને નિયંત્રિત કરવું’ મથાળાવાળા ઉચ્ચ સ્તરીય ઓનલાઇન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આતંકવાદના ખતરાથી સફળતાપૂર્વક ઉકેલ લાવવા માટે આર્થિક સંસાધનો સુધી આતંકવાદીઓની પહોંચને રોકવી જરૂરી છે.તિરૂમૂર્તિએ કહ્યું કે ભારત છેલ્લાં કેટલાંય દાયકાઓથી આતંકવાદનો શિકાર રહ્યું છે. ખાસ કરીને સરહદ પારથી આતંકવાદનો શિકાર બની રહ્યું છએ. કેટલાંક દેશ એવા છે જેમની પાસે આતંકવાદને ફંડિંગ થતું રોકા માટે જરૂરી ક્ષમતાઓ અને કાયદાકીય-પરિચાલન માળખાનો અભાવ છે. તો કેટલાંય અન્ય દેશ છે જે આતંકવાદને મદદ કરવા અને આતંકવાદીઓને ઇચ્છાથી આર્થિક સહયોગ અને આશરો આપતા ચોખ્ખે-ચોખ્ખા દોષિત છે. આપણે અક્ષમ દેશોની ક્ષમતાઓને ચોક્કસ વધારવી જોઇએ તો આંતરરાષ્ટ્રીય સમુદાયે દોષિતોને સામૂહિકૂ રીતે સ્પષ્ટપણે નામ લેવા જોઇએ અને તેમને જવાબદાર ગણાવવા જોઇએ. આ ટિપ્પણીઓ પાકિસ્તાનની તરફ સ્પષ્ટ ઇશારો કરતા જણાય છે.ભારતે ફ્રાન્સના સ્થાયી મિશન, ડ્રગ્સ અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ, યુનાઇટેડ નેશન્સ કાઉન્ટર-ટેરરિઝમ ઓફિસ અને સિક્યુરિટી કાઉન્સિલની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Previous articleનાબાર્ડના સહયોગથી સિહોર તાલુકાના અમરગઢ ખાતે ખેડૂતો માટેની શિબિર યોજાઈ
Next article૧૦૦ વર્ષને ધ્યાનમાં રાખીને અયોધ્યાના વિકાસનું માળખું