બાર્ટન લાઇબ્રેરીની મીટીંગ મળેલ જેમાં બાર્ટન લાઇબ્રેરી ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીમવામાં આવેલા કોર્પોરેટર ભાવેશભાઈ મોદી, રાજુભાઈ રાબડિયા અને ઉષાબેન બધેકા ને બાર્ટન લાઇબ્રેરીનાં પ્રમુખ લક્ષ્મણભાઈ રાધેશ્વર તથા દરેક ટ્રસ્ટી કૌશિકભાઈ ભટ્ટ, હિરેન ભાઈ ઝાલા, રાજલભાઈ ઓઝા, જયેશભાઈ દવે એ આવકાર્યા હતા તેમજ મિટિંગમાં બાર્ટન લાયબ્રેરીને વધારે વધારે લોકો લાભ લેતા થાય અને આ હેરિટેજ બિલ્ડીંગ એ ભાવનગરનું નજરાણું છે ત્યારે આગળ કાર્યવાહી કરવા માટે મીટીંગમાં ચર્ચા-વિચારણા અને સૂચનો કરવામાં આવેલ આગામી દિવસોમાં આ લાઇબ્રેરીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે ભાવનગર ના વિદ્યાર્થીઓ આગળ વધે તેવી નેમ સાથે નવા જોડાયેલા ટ્રસ્ટીઓએ સ્વ.રક્ષેશભાઈ ઓઝા ને યાદ કરેલ અને પ્રમુખ લક્ષ્મણભાઈ રાધેશ્વર અને તેમની ટીમને સંઘર્ષ સાથે ભાવનગરનું હેરિટેજ બિલ્ડીંગ અડીખમ ઊભા રાખવા માટે કરેલ મહેનતને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી, આ મીટીંગ પૂર્ણ કરેલ આ મિટિંગમાં બિલ્વ ઓઝાએ પણ હાજરી આપી હતી.