હું માથે કફન બાંધીને નીકળ્યું છું, મારે ગોળી ખાવી પડે તો પણ હું તૈયાર છું
(જી.એન.એસ.)સુરત,તા.૨૭
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણ તેજ કરવામાં આવ્યું છે. આપમાં એક બાદ એક જાણીતા ચહેરાઓની એન્ટ્રી કરાવવામાં આવી રહી છે જેના કારણે રાજકારણમાં છછઁ ચર્ચાનો વિષય બની છે ત્યારે આજે સુરતમાં જાણીતા પાટીદાર સમાજસેવી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પાર્ટીમાં જોડાય બાદ સવાણીએ ભાવુક સંબોધન કર્યું હતું. મહેશ સવાણીએ કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો તે પહેલા દસમાંથી પાંચ લોકોએ એવી સલાહ આપી કે જૉ તમે રાજકારણમાં જશો તો બીજી પાર્ટી તમને હેરાન કરશે અને તમારા બિઝનેસ પર અસર થશે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે કામ કરીશ. હું ગરીબની ઝૂંપડીમાં બેસવાવાળો માણસ છું.
મહેશ સવાણીએ કહ્યું કે મારે સેવા કરવી છે અને તે માટે જેલમાં જવું પડે તો પણ વાંધો નથી. મને ગોળી મારી દેશે તો પણ વાંધો નથી કારણ કે મેં મારી જિંદગી જીવી લીધી છે. સમાજના કામમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ પરંતુ હવે સમાજના કામમાં પણ રાજકારણ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીને મેં સેવા કરતાં જોઈ છે એટલે હું જોડાયો છું. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, હું ત્રણ વર્ષથી જોઉં છું કે, ખિસ્સા ખાલી ગયા છે બધાના, લોકોના ધંધા નોકરી છૂટી ગયા છે અને મોટા ભાગના લોકોના પગાર અડધા થઇ ગયા છે. જે સમયે કોવિડ સેન્ટર નહોતા તે સમયે મેં સૌરાષ્ટ્રમાં બે કોવિડ સેન્ટર શરૂ કર્યા હતા અને તે સમયે ફક્ત તમે કોની સાથે જોડાયેલા છો તે જાણીના પરમીશન ન આપે. અમારી સાથે ૧૯ દર્દી હોય, તેને ટેમ્પામાં લઇ જવા અને એક મોટી ઉંમરના કાકા અમારી નજર સામે મૃત્યુ પામ્યા. આવું રાજકારણ નહોવું જોઈએ. તમે પેટ્રોલ પૂરાવો છે ત્યારે અને પેન્સિલ ખરીદો છો ત્યારે તમે ટેક્સ ભરો છો. લોકોની સેવા માટે જ હું માથે કફન બંધીને નીકળ્યો છું. મારે ગોળી ખાવી પડે તો પણ હું તૈયાર છું.