ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ.આર.વળીયા આર્ટસ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો.વિરમદેવસિંહ.બી.ગોહિલ તાજેતરમાં તારીખ- ૦૭/ફેબ્રુઆરી થી ૩૧/ફેબ્રુઆરી નાગપુર(કામપ્ટી) એન.સી.સી. ઓફિસર્સ ટ્રેનીંગ એકેડેમી તેમજ તારીખ – ૦૩/એપ્રિલ થી ૧૨/જુન એરફોર્સ સ્ટેશન ચેન્નાઈ (તામબ્રમ) તામિલનાડુ, ખાતે કુલ ૪ મહિના અને ૫ દિવસ એસોસિયેટ નેશનલ કેડેટ કોર્પસ ઓફિસર્સ (ANO) તરીકેની ડીફેન્સ વિભાગ દ્વારા આપવામાં આવતી ખુબજ કપરી ટ્રેનીંગ કોરોના સમયગાળા દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરીને એરફોર્સ એન.સી.સી.માં ફ્લાઈંગ ઓફિસરની કમિશન્ડ રેન્ક મેળવીને વળીયા કોલેજનું ગૌરવ વધારેલ છે, સમગ્ર ટ્રેનીંગમાં ગુજરાતમાંથી એરફોર્સ ઓફિસર્સ ટ્રેનીંગ માટે તેઓ એકમાત્ર પસંદગી પામ્યા હતા,આ ટ્રેનીંગ દરમિયાન નાગપુર(કામપ્ટી) ખાતે ફીઝીકલ ટેસ્ટમાં પ્રથમ નંબરે આવેલ જ્યારે એરફોર્સ સ્ટેશન ચેન્નાઈ ફાયરીંગ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે આવીને વળીયા કોલેજ, ૩ ગુજરાત એર સ્કવોડ્રન એન.સી.સી. ભાવનગર, રાજકોટ ગ્રુપ તેમજ ગુજરાત ડાયરેક્ટરેટ તેમજ એ.કે.ભાવનગર યુનિવર્સીટીનું ગૌરવ વધારેલ છે, તે બદલ ભાવનગર કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ, યુનિવર્સીટીના કુલપતિ સાહેબે, કોલેજના આચાર્યએ, અને સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવેલ છે,સમગ્ર ગુજરાતમાં એન.સી.સી. એરફોર્સ સિનિયર ડીવીઝન (SD/SW) માત્ર બરોડા, અમદાવાદ અને ભાવનગર ખાતેજ ચાલી રહ્યું છે, આનંદની વાત એ છે કે ઘણા લાંબા વર્ષો પછી વળીયા કોલેજ અને ભાવનગરમાં એરફોર્સ એન.સી.સી. છર્દ્ગંના ઓફિસર્સ રેન્કની જગ્યા ભરાયેલ છે.