દહેગામ તાલુકાના સામેત્રી અને રામનગર ગામનો આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ

1161
gandhi11418-3.jpg

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી અને રામનગર ગામને સાંસદ પરેશભાઇ રાવલે આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધા છે. 
આજે સામેત્રી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ સભ્ય પરેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, આદર્શ ગ્રામ યોજના હેઠળ હાથ ધરવાના વિકાસકામો વર્ષ- ૨૦૧૯ સુધીમાં ઝડપથી પૂર્ણ થાય તેટલું જ પુરતું નથી. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી વર્ષ- ૨૦૧૪માં અમલી બનાવેલ આદર્શ ગ્રામ યોજનામાં માત્ર વિકાસકામો સિવાય ગામમાં રહેતો દરેક માણસ વ્યસનમુક્ત હોય, તંદુરસ્ત વાતાવરણ અને લોકોના મન અને વિચારોનો વિકાસ થવો જોઇએ. 
 સાંસદ પરેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદનું ઝેર દેશની એકતા અને ઉન્નતિ માટે ખતરારૂપ છે. દરેક સમાજમાં એકતા જળવાશે તો જ દેશ મજબૂત બનશે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રઘાની નરેન્દ્રભાઇ મોદી વર્લ્ડ લીડર તરીકે પ્રસ્થાપિત થયા છે. જ્ઞાતિ- જાતિના ચક્કરમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે. ગાંધીનગર તાલુકાના જાખોરા ગામમાં આદર્શ ગ્રામ યોજના હેઠળ રૂ. ૧૮૭ લાખના વિકાસકામો પૂર્ણ થયા છે. તેમ તેમણે જણાવ્યું હતું.  
સાંસદ પરેશભાઇ રાવલના અધ્યક્ષસ્થાને સામેત્રી ખાતે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિવિધ વિકાસકામોના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયા દ્વારા પીવાના પાણીની સગવડ માાટે રૂ. ૩૦ લાખ, જાહેર તથા આંતરિક રસ્તાઓ, ગટરલાઇન, લાયબ્રેરી, આંગણવાડીસહિતના વિકાસકામો મંજુર કરવામાં આવ્યા હતા. જયારે રામનગર ગામમાં વિવિધ સી.સી.રોડ સ્વચ્છતાના કામો, તળાવ ઉડું કરવાના કામો, પ્રાથમિક શાળાના ઓરડા, પંચાયત ધર સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવા સમીક્ષા કરી હતી. સાંસદ પરેશભાઇ રાવલના હસ્તે ઉજ્જવલા યોજના હેઠળ ૩૦ જેટલા લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
દહેગામનાા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે સામેત્રી અને રામનગર બંન્ને ગામોને આદર્શ ગ્રામ યોજના હેઠળ સમાવવા બદલ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.  જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયાએ જણાવ્યું હતું કે, બંન્ને ગામોમાં આદર્શ ગ્રામ યોજના હેઠળના વિકાસકામો ઝડપથી સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. રાજય સરકારની વિકાસ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે અને અન્ય ગામો પણ આદર્શ ગામને અનુસરી વિકાસ અને પ્રગતિ કરે તેવી અપીલ કરી હતી. 

Previous article જિલ્લા પંચાયત પ્રમુખોએ સ્વર્ણિમ સંકુલ ૨ માં પ્રવેશ ન મળતાં હોબાળો મચાવ્યો 
Next article વૈષ્ણોદેવી સર્કલથી આઇશરમાં ૩૮ પશુને લઇ જતા ત્રણની ધરપકડ