કોવિડથી અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ૧.૧ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત

182

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
નાણમંત્રી નિર્મલા સીતારામને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, ૮ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી રહ્યા છીએ. જેમાંથી ૪ બિલકુલ નવા છે અને એક ખાસ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. કોવિડ પ્રભાવિત ક્ષેત્રો માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી યોજના અને આરોગ્ય ક્ષેત્ર માટે ૫૦ હજાર કરોડ રૂપિયાના પેકેજ તેમજ અન્ય ક્ષેત્ર માટે ૬૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ૧૦૦ કરોડ સુધીની લોન ૭.૯૫ ટકાના વ્યાજ દરે અપાશે. જ્યારે અન્ય ક્ષેત્રો માટે ૮.૨૫ ટકાથી વધુ વ્યાજ નહીં હોય.કોરોનાની બીજી લહેરથી કેટલાક સેક્ટર્સ સંક્ટમાં છે અને સરકાર પાસે મદદની માંગ કરાઇ રહી હતી. આવામાં અગાઉ સરકારે પણ સંકેત આપ્યા હતા કે, તે સેક્ટર્સને મદદ માટે સરકાર વિચાર કરી રહી છે જે સૌથી વધુ સંકટમાં છે. નાણામંત્રીએ નાના ઉદ્યોગોની મદદ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ માટે ફન્ડિંગમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અત્યારે આ સ્કીમ ૩ લાખ કરોડ રૂપિયાની છે, જેને વધારીને ૪.૫ લાખ કરોડ રૂપિયા કરાઇ છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી એમએસએમઇ, હોસ્પિટાલિટી સેક્ટરને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરાઇ ચૂક્યું છે. ઉપરાંત માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યૂશનના માધ્યમથી આપવામાં આવતી લોન માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમની જાહેરાત કરાઇ છે. આ એક નવી સ્કીમ છે. આ હેઠળ કોમર્શિયલ બેંકના એમએફઆઇને અપાયેલી નવી અને હાલની લોન મોટ ગેરન્ટી આપવામાં આવશે. આ યોજનાથી ૨૫ લાખ લોકોને લાભ પહોંચવાની આશા છે. કોવિડ મહામારી દરમિયાન પ્રભાવિત ટૂરિસ્ટ ગાઇડ અને ટ્રાવેલ ટૂરિઝમ સ્ટેકહોલ્ડર્સને સરકાર નાણાકીય મદદ આપશે. ટ્રાવેલ એજન્સીઓને ૧૦ લાખ રૂપિયા સુધીની લોન, પર્યટક ગાઇડને એક લાખ સુધીની લોન મળશે. આ યોજનાનો લાભ લગભગ ૨૫ લાખ લોકોને મળશે.
પાંચ લાખ ટૂરિસ્ટ્‌સને ફ્રી ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશી પર્યટકોને જ્યારે વિઝા મળવાનું શરૂ થશે, ત્યારે પહેલાં પાંચ લાખ ટૂરિસ્ટ જે ભારત આવશે તેમને ફ્રી વિઝા મળશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેટળ એનએફએસએ લાભાર્થીઓને નવેમ્બર, ૨૦૨૧ સુધી ૫ કિલો મફત અનાજ અપાશે. આ માટે સરકાર કુલ ૨,૨૭,૮૪૧ કરોડ ખર્ચશે.
દેશના ખેડૂતોને ૧૪,૭૭૫ કરોડ રૂપિયાની વધુ સબસિડી અપાઇ છે. આમાં ૯૧૨૫ કરોડ રૂપિયાની સબસિડી માત્ર ડીએપી પર આપવામાં આવી છે. જ્યારે ૫૬૫૦ કરોડ રૂપિયાની સબસિડી એનપીકે પર અપાઇ છે.

Previous articleભાવેણાના સ્કાઉટ ગાઇડ બાળકોએ તૈયાર કર્યો લોકડાઉન કિચન ગાર્ડન
Next articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૬૧૪૮ નવા પોઝિટિવ કેસ