છેલ્લા ૨૪ કલામાં ૯૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યો : કોરોના સામે લડીને ૨ કરોડ ૯૩ લાખ ૯ હજાર ૬૦૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે, ૨૪ કલાકમાં ૫૮,૫૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨૮
દેશમાં ૧૨ એપ્રિલ બાદ ૨૭ જૂને પહેલીવાર કોરોના સંક્રમણથી થનારા મૃત્યુની સંખ્યા ૧૦૦૦ની નીચે નોંધાઈ છે. તેમાં ગત સપ્તાહ એટલે કે ૧૪થી ૨૦ જૂનની વચ્ચે કોરોનાથી થયેલા મૃત્યુમાં ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે ગત વર્ષથી અત્યાર સુધીનો સૌથો મોટો ઘટાડો છે. વિશેષમાં ભારતના કોવિડ રિકવરી રેટમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તે ૯૬.૮૦ ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ ૬ લાખથી નીચે જતાં આંશિક રાહત મળી છે. સોમવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૬,૧૪૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૨,૭૯,૩૩૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૦,૭૯,૪૮,૭૪૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાની મહામારી સામે લડીને ૨ કરોડ ૯૩ લાખ ૯ હજાર ૬૦૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૫૮,૫૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૫,૭૨,૯૯૪ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૬,૭૩૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૦,૬૩,૭૧,૨૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૭૦,૫૧૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૨ કેસ નોંધાયા છે. જ્યારે ૩ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ૩૦૫ લોકો કોરોનાને મ્હાત આપી છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર ૯૮.૮૮ ટકા થયો છે. અત્યારે ૨૧ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે ૩૬૬૬ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧૦,૦૫૧ દર્દીઓ મોતને ભેટ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૪ કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૧૪ કેસ, સુરત કોર્પોરેશનમાં ૧૩ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૮ કેસ, સુરત જિલ્લામાં ૭ કેસ, વડોદરા જિલ્લામાં ૭ કેસ, નવસારીમાં ૪ કેસ, બનાસકાંઠામાં ૩ કેસ, કચ્છમાં ૩ કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨ કેસ, જામનગરમાં કોર્પોરેશનમાં ૨ કેસ, જૂનાગઢમાં ૨ કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં ૨ કેસ નોધાયા છે. નોંધનીય છે કે, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં પણ ૨-૨ કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ, તાપી આ તમામ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.