ઢસાગામે ટ્રક તળે કચડાઈ જતાં શ્રમજીવીનું મોત નિપજ્યું

203

ઢસા પોલીસે બેદરકાર ટ્રક ચાલકની ધડપકડ કરી
બોટાદ જિલ્લાના ઢસાગામે આવેલી એક બજારમાં સિમેન્ટ ભરેલ ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ માં ચલાવતા લાતી બજારમાં કામ કરતો શ્રમિક ટ્રક તળે કચડાઈ જતાં શ્રમજીવી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું આ બનાવમાં ઢસા પોલીસે ટ્રક ચાલકની ધડપકડ કરી હતી.સમગ્ર બનાવ અંગે ઢસા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઢસાગામે સ્ટેશનરોડ પર આવેલ શ્રીજી માર્કેટિંગ નામની લાતી બજારમાં મજૂરી કામ કરતો અને ઢસાગામે જ રહેતો શ્રમજીવી યુવાન ભરત ભાવુભાઈ યાદવ ઉ.વ.૪૫ નિત્યક્રમ મુજબ આજે સવારે લાતી બજારમાં મજૂરી કામ માટે આવ્યો હતો એ દરમ્યાન કોડીનાર તરફથી એક સિમેન્ટ ભરેલ ટોરસ ટ્રક નં- ય્,ત્ન,૩૧-્‌ ૬૨.૭૧ આ લાતીબજારમા આવેલી એક હાર્ડવેરની દુકાન માં સિમેન્ટ ઉતારવા આવ્યો હતો એ દરમ્યાન ટ્રકના ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન રીવર્સ માં ચલાવી પાછળ ઉભેલ મજૂર ભરતને અડફેટે લેતાં આ યુવાન ટ્રકના વ્હીલમા (જોટામા) આવી જતાં આ શ્રમજીવી યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ ઘટના ની જાણ લોકો તથા ઢસા પોલીસને થતાં લોકો ના ટોળાં તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકની ધડપકડ કરી ગુનો નોંધી મૃતક યુવાનની લાશનો કબ્જો લઈને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleભાવનગર ખાતે ૧૧ હજારથી પણ વધુ આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણ કરાયું
Next articleએમ.કે ભાવનગર યુનિવર્સિટી ખાતે સમિક્ષા બેઠક યોજાઈ