એમ.કે ભાવનગર યુનિવર્સિટી ખાતે સમિક્ષા બેઠક યોજાઈ

326

વેક્સિનેશન નવા પ્રવેશ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ ચર્ચાયા
ભાવનગર શહેર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભવન ખાતે કુલપતિ મહિપતસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેનઠ યોજાઈ હતી જેમાં વર્તમાન પરિસ્થિતિ, નવા શૈક્ષણિક સત્રના આરંભ સહિતની બાબતો અંગે વિસ્તૃત માં સંવાદો કરવામાં આવ્યા હતા.ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કોરોના મહામારી ની બીજી લહેર મહદઅંશે પૂર્ણતઃ કાબૂ તળે આવી રહી હોય આથી રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બહાલ કરવા તજવીજ હાથ ધરી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિ આગામી સમયમાં મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય પૂર્વવત કરવા માટે જરૂરી તમામ પાસાઓ અંગે સમિક્ષા સાથે વિચાર-વિમર્શ કરવાની સુચનાઓ યુનિવર્સિટીઓ ના કુલપતિ ઓ ને આપવામાં આવી હોય જે અંતર્ગત ભાવનગર શહેર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે કુલપતિ મહિપતસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વહિવટદારો સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં જેઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે રીપોર્ટ સોંપ્યો હતો નવા શૈક્ષણિક સત્રમાં બેઠક વ્યવસ્થા પૂર્વે વિદ્યાર્થીઓને વેક્સિનેશન ના કવચથી રક્ષિત કરવા પરિક્ષા સંદર્ભે આયોજન ગત સત્રના છાત્રો ને ડીગ્રી વિતરણ અને સંભતઃ આગામી ત્રીજી લહેર પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી સૂચનો માર્ગદર્શન આપવા આવ્યું હતું એ સાથે સિલેબસ ને લગતી અગ્રતમ જાણકારીઓ થી પણ પ્રોફેસરો આયોજકોને અવગત કરાવવામાં આવ્યાં હતાં એ સાથે માળખાકીય આયોજનો પર ભાર મુકવામાં આવ્યો હતો.

Previous articleઢસાગામે ટ્રક તળે કચડાઈ જતાં શ્રમજીવીનું મોત નિપજ્યું
Next articleભાવનગરમાં ૩૬મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, સરકાર મંજૂરી આપશે તો રથયાત્રા કાઢવાનું આયોજન