ભાવનગર, તા. ૨૯
યુનિસેફ અને ગુજરાતની બાળ શિક્ષણ વ્યવસ્થામાં નીતિ વિષયક યોગદાન આપનાર ડોક્ટર પાર્થેશ પંડ્યા દ્વારા ’બાળ શિક્ષણની અનિવાર્યતા’ વિષયે મનનીય વિચારો આપવામાં આવેલ. શિશુવિહાર પ્રાંગણમા યોજાયેલ વક્તવ્યમાં ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉક્ટર જયંતભાઇ વ્યાસે પ્રમુખ સ્થાને તથા વિક્રમભાઈ મૂળશંકરભાઈ ભટ્ટએ અતિથિ વિશેષ સ્થાન શોભાવ્યુ હતું.તાલીમના ગાંધી વિચારથી દીક્ષિત મૂળશંકર ભાઈ મો ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં સતત ૧૯મા વર્ષે વ્યાખ્યાન યોજાયું હતું, શહેરની આંગણવાડીના શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ વક્તવ્યના સંસ્થાના મંત્રી ડોક્ટર નાનાભાઈ ભટ્ટ એ મંચસ્થ મહાનુભાવોનુ અભિવાદન કરી કાર્યક્રમ ના હેતુ વિશે ભૂમિકા આપી હતી. આ પ્રસંગે પ્રાધ્યાપક ડૉક્ટર જયંતભાઇ વ્યાસે બાળકોની કેળવણીની અનિવાર્યતા નો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કર્યો હતો. દર્શનાબેન વિક્રમભાઈ ભટ્ટ ની પ્રાર્થના થી શરૂ થયેલ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર બાળમંદિર ના આચાર્ય અંકિતાબેન ભટ્ટે સંભાળ્યું હતું.