ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પમાં ૩૭૫ લોકોએ લાભ લીધો

524

ઉમરાળા, તા. ૨૯
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંઘોળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેકસીન લેવા માટે લોકોનો ખૂબ જ ઘસારો રહ્યો હતો સાંજે ૫ વાગે સમય પૂરો થતો હોવા છતાં પણ લોકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો માટે હેલ્થ વિભાગના કર્મચારીઓએ ૭ વાગ્યા સુધી બેસીને દરેક લાભાર્થીને વેકસીન આપી હતી. કુલ ૩૭૫ લોકોએ વેકસીન લીધી હતી આજ સુધી ઉમરાળા તાલુકા વેકસીન સેન્ટરના લાભાર્થીઓની સૌથી વધુ સંખ્યા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં સેન્ટર પર રહી જ્યારે પણ વેકસીન સેન્ટર રાખવામાં આવે છે ત્યારે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા માઇક સાથે દરેક વિસ્તારોમાં રીક્ષા ફેરવી વેકસીન લેવા અનુરોધ કરવામાં આવે છે ઘરે ઘરે ફરીને બાકી રહેલા વિસ્તારોમાં કેમ્પઈન કરવામાં આવે છે વેકસીનની અછતના સર્જાય એ માટે હેલ્થ વિભાગના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.મનસ્વી માલવિયા અને કર્મચારીઓ ખડે પગે હાજર રહ્યા હતા.

Previous articleકટોકટીમાં લોકતંત્રની રક્ષા કરનાર સેનાનીઓનું ભાજપ દ્વારા સન્માન
Next articleતમામ રાજ્યો ૩૧ જુલાઇ સુધી વન નેશન-વન રાશન કાર્ડ યોજના લાગુ કરે