તમામ રાજ્યો ૩૧ જુલાઇ સુધી વન નેશન-વન રાશન કાર્ડ યોજના લાગુ કરે

173

સુપ્રિમે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો : પ્રવાસી મજૂરોને મોટી રાહત, કોવિડ-૧૯ સ્થિતિ રહે ત્યાં સુધી ફ્રી રાશન આપવાના નિર્દેશ, કેન્દ્ર રાજ્યોને માંગ પ્રમાણે અનાજ ઉપલબ્ધ કરાવે,અસંગઠિત ક્ષેત્રમાં કામદારોની નોંધણી ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ થવી જોઇએ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના આદેશમાં કહ્યું છે કે, દેશભરમાં તમામ રાજ્ય વન નેશન, વન રાશન કાર્ડની સ્કીમ ૩૧ જુલાઈ સુધી લાગું કરે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું છે કે, જ્યાં સુધી કોવિડ મહામારીની સ્થિતિ બની રહે છે, ત્યાં સુધી કોમ્યુનિટી કિચન ચલાવો અને પ્રવાસી મજૂરોને રાશન ઉપલબ્ધ કરાવો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીવાળી બેંચે મંગળવારના આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો.અદાલતે કહ્યું કે, પ્રત્યેક રાજ્ય જરૂરી રીતે વન નેશન, વન રાશ કાર્ડની સ્કીમ લાગુ કરે જેથી પ્રત્યેક પ્રવાસી મજૂર દેશના કોઈ પણ ભાગથી રાશન કાર્ડના આધાર પર સરકારી સ્કીમનો લાભ લઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે રાજ્યોએ અત્યાર સુધી વન નેશન, વન રાશનની સ્કીમ લાગુ નથી કરી તેઓ ૩૧ જુલાઈ સુધી અનિવાર્ય રીતે આ સ્કીમને લાગું કરે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના વેલફેર માટે અન્ય નિર્દેશ પણ જાહેર કર્યા છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તે એનઆઈસીથી સંપર્ક કરે. તમામ અસંગઠિત મજૂરો અને પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ તૈયાર કરે. આ પ્રક્રિયા ૩૧ જુલાઈ સુધી શરૂ થઈ જવી જોઇએ. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે તે પ્રવાસી મજૂરોના અનાજના પુરવઠા માટે રાજ્યોની ડિમાન્ડના આધારે તેમને અનાજ ઉપલબ્ધ કરાવે. સાથે જ રાજ્યોને કહ્યું કે, તે મજૂરોને જ્યાં સુધી કોરોનાની સ્થિતિ છે ત્યાં સુધી ડ્રાય રાશન ઉપલબ્ધ કરાવે. સાથે જ રાજ્યોને કહ્યું છે કે, તે કોમ્યુનિટી કિચન ચલાવતા રહે અને જ્યાં સુધી કોરોના મહામારીની સ્થિતિ છે કોમ્યુનિટી કિચન ચાલે જેથી પ્રવાસી મજૂરોને તેનો લાભ મળી શકે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું છે કે, તમામ સંબંધિત સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટર્સને ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ ૧૯૭૯ હેઠળ રજિસ્ટર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગત આદેશમાં કહ્યું હતું કે, પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઘણી ધીમી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિશ્ચિત રીતે ઝડપી કરવામાં આવે જેથી કોવિડ સમયે આ પ્રવાસી મજૂરોને લાભવાળી યોજનાઓનો લાભ મળી શકે.

Previous articleઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પમાં ૩૭૫ લોકોએ લાભ લીધો
Next articleકોરોનાના ચાર નવા વેરિયન્ટ વધુ ભયાનક હોવાનું અનુમાન