ભારતમાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને ૮૧૭ થયો

318

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો ૫૦ હજારની અંદર નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને ૮૦૦ની નજીક આવ્યા છે. કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા રિકવરી રેટ પણ ઘણો ઊંચો જઈ રહ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫,૯૫૧ કેસ નોંધાયા છે. જેની સામે ૮૧૭ દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થવાથી રિકવરી રેટ વધીને ૯૬.૯૨% પર પહોંચ્યો છે.૨૪ કલાકમાં વધુ ૬૦,૭૨૯ દર્દીઓ સાજા થયા છે જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓ વધીને ૨,૯૪,૨૭,૩૩૦ થઈ ગયા છે. જ્યારે કુલ સંક્રમિતોનો આંકડો ૩,૦૩,૬૨,૮૪૮ પર પહોંચ્યો છે. મહત્વનું છે કે ગઈ કાલે કોરોનાના નવા કેસની સંખ્યા ૩૭,૫૬૬ સાથે ૪૦ હજાર કરતા પણ નીચે નોંધાઈ હતી. જ્યારે ૯૦૭ દર્દીઓના મોત થયા હતા. દૈનિક ૮૦૦થી વધુ કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૩,૯૮,૪૫૪ થઈ ગયા છે.કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૫,૩૭,૦૬૪ પર પહોંચી ગઈ છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીએ કોરોનાની રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ૨૯મી મે સુધીમાં કુલ ૩૩,૨૮,૫૪,૫૨૭ ડોઝ આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૯ જૂન સુધીમાં કુલ ૪૧,૦૧,૦૦,૦૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૯,૬૦,૭૫૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.

Previous articleકોરોનાથી થયેલ મૃત્યુ પર સરકાર વળતર આપેઃ સુપ્રિમ
Next articleભારત બાયોટેકને બ્રાઝિલે આપ્યો ૩૨૪ મિલિયન ડૉલરનો ઝટકો, કોવેક્સિનની ડીલ રદ્દ